________________ 221 મહારાજને પૂછયું “સાહેબ, આપને હસવું કેમ આવ્યું? મહારાજ-“અરે ભાઈ! જવા દે, તમારે જાણવાની જરૂર નથી. ના..ના...એમ જ હસવું આવી જાય.” શેઠ - “ના મહારાજ ! મહાપુરુષે તે ગભીર હોય. અને આપના ગંભીર હાસ્યમાં પણ કંઈક રહસ્ય હશે. માટે કહો.” મહારાજ બોલ્યા. “ભાગ્યશાલી! ફક્ત સાત જ દિવસનું તારું આયુષ્ય બાકી દેખાય છે! સાતમા દિવસે તું મૃત્યુ પામવાનો છે એમ દેખાય છે.......અને તને સાતમી પેઢી સુધી રંગ ટ રહે તેની ચિંતા છે? અને પેલે બકરે એ તમારા પિતા હતા. આજે એ જ મેહવશ પૂર્વના સંસ્કારથી દુકાનમાં આવ્યા છે અને તમે કાન પકડી બકરાને (બાપને) બહાર કાઢે છો? શેઠ, આ કે સંસાર! હસવું ન આવે તે શું થાય? વેદમેહનીય કર્મ સ્ત્રીનું પુરુષ પ્રત્યે અને પુરુષનું સ્ત્રી પ્રત્યે, તથા નપુંસકવેદીનું ઉભય પ્રત્યે આવા વિજાતીય આકર્ષણ તે જીવેમાં અનાદિઅનન્તકાળથી પડ્યા છે. જીવ આવા વેદમેહનીય કર્મને આધીન છે અને તદનુરૂપ એની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. આ ત્રણને વેદમેહનીયના નામે ઓળખાવ્યા છે. આ હાસ્યાદિ છ ની સાથે ત્રણ વેદ ગણતાં નવ નેકવાય તરીકે ગણતરી થાય છે. એટલે આ નેકષા મૂળ કલાને જગાડવામાં ભડકાવવામાં સહાયક બને છે. સંસારના તમામ જીવે આ ત્રણ વેદમાં સમાઈ ગયા છે. સિદ્ધો નિક્કી છે. આજે પણું સંસારમાં અપહરણ, બલાત્કાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ આ વેદમેહનીયનાં જ તેને જોઈએ છીએ. એના ઉદયે પાછું આ કર્મ બંધાય અને આ કર્મના ઉદયે