________________ 220 મનાવી રહ્યા હતા.અવધિજ્ઞાનમાં આ જોઈને મુનિ મહાત્માને હસવું આવ્યું છે. અને તે હાસ્ય મેહનીયમાં તે આવેલું અવધિજ્ઞાન ચાલ્યું ગયું. એટલું હાસ્યાદિનું બળ કહ્યું છે. હાસ્ય મેહનીયને વશ થવાથી જેમ તેમ મશ્કરી આદિમાં બેલાય છે. કોઈ વખતે રતિમાં તે કઈ વખતે અરતિમાં લીન થવાય છે. અને ઘણું હસતા કયારેક શેક મેહનીયમાં પણ પડવું પડે છે. ચિંતા-વિષાદના કારણે ઊભા થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠીમાં કહેવત છે કે-“વા તો સ્ત્રા' એ હસ્ય તે ફર્યો. અને ગુજરાતમાં જુદી જ કહેવત છે–“હસે તેનું ઘર વસે”, અને બીજું પણ કહેવાય છે “હસે તેનું ખસે.” મુનિ મહાત્માનું ગંભીર હાસ્ય ગોચરી વહેરવા પધારેલા મુનિ મહાત્મા ઊભા રહ્યા, શેઠ પુત્રને ખોળામાં લઈ જમી રહ્યા હતા.અને બાળકે થાળીમાં પિશાબની ધાર છેડી. અને શેઠ વાટકી વગેરે બાજુમાં કરી ખાઈ રહ્યા હતા–મુનિ મહાત્માને જોઈ હસવું આવ્યું. બીજી વાર મુનિ મહાત્મા માર્ગમાંથી પસાર થતા હતા-અને શેઠ રંગ કરનારા કારીગરોને કહી રહ્યા હતા. “એવો રંગ કરવાને છે કે મારી સાતમી પેઢીના બાળક સુધી પણ રંગ ઝાંખે ન પડે.” આ સાંભળી મુનિમહાત્માને હસવું આવ્યું. શેઠે જોયું કે મહારાજ હસ્યા કેમ? બીજા દિવસે મહારાજ ગોચરીએ જતા હતા.અને શેઠ પિતાની દુકાનમાંથી બકરાને કાન પકડી મારીને બહાર કાઢતા હતા... આ દશ્ય જોઈ મહારાજને હસવું આવ્યું... શેઠે જોયું અને મહારાજ ઉપાશ્રયે પહોંચી ગયા. શેઠ પણ સવારે ઉપાશ્રયે ગયા.