________________ 186 गंठि त्ति सुदुब्भेओ, कक्खऽघणरूढगूढगंठिन्य / जीवस्स कम्मणिओ, घणरागदोसपरिणामो॥ ગ્રંથિ એટલે ગાંઠ, જે દુર્ભેદ છે. આત્માને રાગદ્વેષ-રૂપ જે કર્મજનિત મલિન પરિણામ તે ગ્રંથિ-ગાંઠ કહેવાય છે. અપૂર્વકરણ–યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ કરવું પડે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સુધીના છે તે અપૂર્વકરણ કરી શકતા જ નથી. માત્ર આપણુ જેવા સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવે જ આના અધિકારી છે. અર્ધપુગલપરાવર્તકાળમાં જે જી મેક્ષે જવાના છે તે જ જીવે અપૂર્વકરણ કરી શકે છે. એવી જબરદસ્ત આ ગાંઠને ભેદવામાં અપૂર્વકરણને હથિયાર-શસ્ત્ર તરીકે જીવ ઉપગ કરે છે. તે જ ગાંઠ ભેદી શકે છે. અપૂર્વકરણને અર્થ એ છે કે-પૂવે (પહેલાં) ક્યારેય પણ નહીં અનુભવે એ જીવને અધ્યવસાય વિશેષ આ બંને કારણે આત્માની ઉન્નતિમાં સાધક છે. અપૂર્વકરણ યથાપ્રવૃત્તિકરણથી ચડિયાતું છે. પહેલાં યથાપ્રવૃત્તિકરણમાં આત્માની નિર્મળતાને પાયે નંખાય છે અને અપૂર્વકરણ દરમ્યાન વિશેષ નિર્મળતા સધાય છે અને આત્મા ગ્રંથિ ભેદવા સમર્થ થાય છે. અનિવૃત્તિકરણ–અનિવૃત્તિ-તે-અનિવૃત્તિ. સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યા વિના જે નિવૃત્ત નથી થતું તે અનિવૃત્તિકરણ આ કરણ સમ્યક્ત્વ અપાવીને જ ખસે છે. અન્તરકરણ અનિવૃત્તિકરણરૂપ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમહનીયકર્મને દલિકે કે જે અંતકેડીકેડી સાગરોપમ જેટલી દીર્થસ્થતિવાળા છે તેને બે ભાગ પાડીને ઘણોખરો ભાગ અંતર્મુહૂર્તમાં ખલાસ કરી નાંખવે.