________________ 182 (2) નાલિયેરદ્વીપના માણસે જેમ અનાજ જોયું જ નથી તેને ક્યારેક અન્ન જેવા કે ખાવા મળે ત્યારે જેમ તેને અનાજ વિષે રાગ પણ નથી કે જે પણ નથી તે જ પ્રમાણે જેને સત્ય સમ્યક જિન ધર્મ વિષે રાગ પણ નથી અને અન્ય પ્રત્યે દ્વેષ પણ નથી એ સ્વભાવ તે મિશ્ર મેહનીય કહેવાય છે. સમ્યકત્વનું પ્રગટીકરણ - જે જેને મૂળભૂત સ્વભાવ છે તે તે તેનામાં પડ્યો જ હેય છે. તે કદાપિ તેનાથી છૂટું નથી પડતું-નષ્ટ નથી થતું, સફેદ વસ્ત્ર ભલે મલિન થઈ ગયું હેય. અશુદ્ધ થઈ ગયું પણ મૂળમાં એની સફેદી જે પડી છે તે કયાં જાય? તે જ પ્રમાણે જીવ મૂળમાં જ મિથ્યાત્વના સ્વભાવવાળો નથી. છે તે શુદ્ધ સમ્યફ સ્વભાવવા પરંતુ આ રાગાદિ કારણે જીવ રાગ-દ્વેષી બનીને વાસ્તવિકતાનું ભાન ભૂલીને બેઠે છે. તીવ્ર-મેહદશામાં મિથ્યાત્વદશામાં પરિભ્રમણ કરતે જાય છે, મિથ્યાત્વના આશ્રવમાં જીવને કર્મબંધ પણ ઘણું, તેમ જ કર્મની સ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ બંધાય છે. અનાદિ અનન્ત કાળથી અનન્ત પુદ્ગલપરાવર્તકાળથી સંસારપરિભ્રમણના ચક્રમાં ભટક્ત ભટકતે જીવ જ્યારે ભવિતવ્યતાના યેગે ચરમાવર્તમાં પ્રવેશ કરે છે. અને તેમાં પણ આગળ વધે છે. “નીગોઢાણા –જેમ એક પત્થર ડુંગર ઉપરથી નીકળતી નદીની સાથે ઘસડાતે ઘસડાતે પાણીના પ્રવાહની સાથે ખેંચાત જાય છે અને પાણીની સાથે સેંકડે માઈલ દૂર પહોંચી જાય છે. પથ્થરને કેઈ પ્રયત્ન નથી છતાં પણ એક સમયે ગેળ, સુંદર, મને હર આકૃતિવાળો લીસો થઈ જાય છે. તે જ પ્રમાણે અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતે કરતે, અનેક જન્મ ધારણ કરતે જીવ સ્વયં અકામનિર્જરા કરતે કરતે કર્મસ્થિતિ ઘટાડે છે. સ્વયં જીવના પ્રયત્ન કરતાં તથાભવ્યત્વની પરિપકવ સ્થિતિના