________________ 181 શુદ્ધ ચેખું સફેદ વસ્ત્ર જેમ જમીન ઉપર ઘસતાં ઘસાતાં મેલું, ગંદું થઈ જાય છે. અને રસોડામાં તે બિલકુલ મેલું મસતા જેવું થઈ જાય છે. હવે એને શુદ્ધ સફેદ રંગ દેખાતે પણ નથી, છતાં પણ સફેદ કપડું નથી એમ નહીં. મૂળમાં તે સફેદ જ છે. આ તે મેલનું આવરણ છે મેલે ઢાંકી દીધું છે એવા મેલથી મલિન કાળુંશ્યામ થયેલું અશુદ્ધ મલિન વસ્ત્ર જેવું છે, તે જ પ્રમાણે અજ્ઞાનના કારણે રાગ-દ્વેષાદિ ભાવમાં અશુદ્ધ પુદ્ગલેથી અશુદ્ધ-મલિન થઈ ગયેલે આત્મા મિથ્યાત્વ મેહનીય કર્મવાળે કહેવાય છે. હવે એ જ કાળા મતાને ધેવા બેસીએએને શુદ્ધ કરવા પ્રયત્ન કરીએ અને અર્ધ ધેવાઈ ગયું હોય, કંઈક કાળાશ ઓછી થઈ ગઈ હોય એવી અર્ધશુદ્ધ અવસ્થાની જેમ આત્માએ પણ મિથ્યાત્વના મુદ્દગલે અર્ધશુદ્ધ કર્યા હોય તેને મિશ્ર મેહનીય કર્મ કહેવાય છે. અને ત્રીજી અવસ્થામાં જ્યાં એ મસેતું ધેવાઈને ચોખું શુદ્ધ સફેદ થઈ ગયું છે. હવે મેલ ચાલ્યા ગયા છે. અને વસ્ત્ર શુદ્ધ થઈ ગયું છે. તે જ પ્રમાણે આત્મા ઉપરથી મિથ્યાત્વના મલિન અશુદ્ધ પુદગલે નીકળી ગયા છે અને આત્માએ જે મિથ્યાત્વના પગલે શુદ્ધ કર્યા છે તે સમ્યકત્વ મેહનીય કહેવાય છે. સ્વભાવ : આ ત્રણેય મેહનીયના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. અને તેવા જ પ્રકારના સ્વભાવવાળા છ સંસારમાં જોવા મળે છે. (1) જેને શુદ્ધ ધર્મ, સાચું તત્ત્વ, સમ્યક્તત્વ, સત્ય સ્વરૂપ સર્વથા રુચે જ નહિ. ગમે જ નહિ અને વિપરીત મતિ હોય તેને મિથ્યાત્વ મેહનીય કહેવાય છે. ઘણા જ આ ભેદના સ્પષ્ટ દષ્ટાંતરૂપે દેખાય છે.