________________ 178 દૂધ લેવા નીકળ્યો છું. દહેરાસર ખૂલ્યું હશે તે દર્શન કરતે આવીશ. * શાકભાજી લેવા માટે નીકળ્યો છું. સમય મળશે તે દર્શન કરી લઈશ. * ઓફિસે ધંધે નીકળ્યો છું–ગાડી પાર્કિંગ કરવાની જગ્યા મળશે તે દર્શન કરતે જઈશ. * રાત્રે બાલબચ્ચા સાથે ફરવા નીકળ્યો છું, જે દહેરાસર મંગાલિક નહીં થયું હેય તે દર્શન થઈ જશે. આવા વિચાર કરીને આપણે જીવનની દિનચર્ચા ગઠવી છે. જ્યાં ઘડિયાળના કાંટા જેવું-ડધુમ–નાસ-ભાગનું જીવન હોય ત્યાં ક્યાંથી નિરાંતે-શાન્તિથી પરમાત્મભક્તિની અનુકૂળતા મળે? પહેલાં સંસારનાં બધાં કામ પતાવી દઉં-કારણકે દૂધ, શાકભાજી, ઓફિસ વગેરે બહ જ મહત્વનાં કામ લાગે છે... પછી છેલ્લે નંબર ભગવાનને. અને તેમ છતાં પણ ભગવાનના દર્શન કરવાને નંબર ન લાગે તે વાત જાય કાલ ઉપર વિચાર કરે–પરમાત્માનું તેમ જ પ્રભુભક્તિનું કેટલું મહત્વ સમજાયું છે ? જે આવી સ્થિતિ હેય તે શ્રદ્ધા કેટલી અને કેવી સમજવી? દરેક કાર્યમાં જે First Priority પ્રાથમિકતા પ્રભુદર્શન ભક્તિને ન અપાય તે..કઈ લાભ નથી. પ્રભાતે-બ્રહ્મમુહૂર્ત પહેલાં જ પ્રભુનું સ્મરણ કરવું. શાસ્ત્રકાર ભગવંતે તે કહે છે કે - જિનદર્શન કરવાની ભાવનાથી ભાવના–ભાવતા ભાવતા જે દહેરાસર જવાય તે ક્રમશઃ કેટલા ઉપવાસને લાભ મળે છે તે જુઓ - પ્રભુદશનને ફલ-મહિમા - -00 દેહરે જાવા મન કરે, એથતણું ફલ પાવે, જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે છે 1 છે