SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 166 બસ, હવે આ મેહનીયકર્મના કારણે જીવની બધી પ્રવૃત્તિ ઊંધી જ ચાલવાની... ગંગા અવળી જ ચાલવાની..... * જે મારું નથી તેને મારું કહેવું. * જે મારું છે તેને મારું ન માનવું. * જેમાં નથી ભાવાનું તેમાં જ લેભારે. * જે સાચું છે તેને સાચું ન કહેવું, બેટાને સાચું કહેવું. * જે બેઠું છે તેને બેટું ન કહેતાં સાચાને ખોટું કહેવું. * જે અરિહંત છે તેને પરમાત્મા ન કહેતાં.. વિપરીતને જ ભગવાન માનવા. * જે કરવા જેવું છે તે ન કરવું, પણ જે નથી કરવા જેવું તે જ કરવું. આ બધી પ્રવૃત્તિ હવે મેહનીયકર્મના કારણે ચાલે છે... અને એ મેહનીયકર્મ હશે ત્યાંસુધી ચાલવાની. સમસ્ત સંસારની મેહમાયા બસ આ જ કર્મને કારણે છે–આ બધે પ્રભાવ મેહનીયકર્મને છે....શુદ્ધ એવા આત્મા ઉપર કેવું જબરદસ્ત આવરણ કે જે-અનાદિ અનંતકાળથી જ ઘર કરી બેઠું છે. શું એ ખોટું છે, એને કાઢવા જેવું છે. એને તે કાઢીને જ જંપીશ. આ વિચાર પણ આવે છે? મિથ્યાત્વ જે વસ્તુનું જ સ્વરૂપ છે તે વસ્તુને તેવી ને કહેતાં વિપરીત માનવી કે કહેવી તેને જ મિથ્યાત્વ કહીએ છીએ. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા, ઊલટી-ઊંધી-માન્યતા. જેમ પીળી થયે હોય તે સફેદ વસ્તુ પણ પીળી જ દેખાય કાળા ચશ્મા પહેર્યા હોય તે સફેદ પણ કાળું જ દેખાય તેવી આ વિપરીત બુદ્ધિ છે, એટલે એને મિથ્યાત્વ કહીએ છીએ, અને ગાઢ મેહનીયના આવરણથી આવી મિથ્યા=વિપરીત =અસત્ય દષ્ટિ થઈ ગઈ છે. સાચાને સાચું ન કહેવું, બેટાને સાચું કહેવું.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy