________________ કરી જ્યારે મહારાજશ્રી આપણી સમક્ષ મૂક્તા ત્યારે વિખરાયેલ મતીની સુથતિ પ્રમાણબદ્ધ માળાનું સ્વરૂપ રજૂ થતું. મારે વિનમ્રભાવે એ હકીકતને સ્વીકાર કરે જ જોઈએ કે મારા અવતરણ પછી સવિશેષ પણું અથાક શ્રમ લઈને તૈયાર કરેલ આ વ્યાખ્યાનમાળાની પુસ્તિકાઓએ દૂર દૂર બેઠેલા અનેક જિજ્ઞાસુઓને એક ઉચ્ચ કોટિનું કર્મસિદ્ધાંતનું જ્ઞાન પૂરું પાડ્યું છે. હવે એ એક પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે સુસંકલિત સમગ્ર વ્યાખ્યાનમાળા જિજ્ઞાસુઓને પ્રાપ્ત થશે. ત્યારે એ પુસ્તક પ. પૂ. મહારાજશ્રીની આદરપૂર્ણ સ્મૃતિનું સાધન બની રહેશે અને એ ગ્રંથને સુરતમાં જ થયેલ આવિષ્કાર એ સુરત, સુરતને જૈન સમાજ અને સૌ કોઈના માટે એક મહાન ગૌરવ બની રહેશે. શાંત, પ્રસન્નમુદ્રા ધરાવતા, મધુરવાણુથી જીવ માત્ર પ્રત્યે નિર્વ્યાજ પ્રેમ વહાવી રહેલા જ્ઞાનવારિધિ સમ પ. પૂ. મહારાજશ્રીને સાદર વંદન કરી ના સુરતનું ઇચ્છું છું. વિજ્યાદશમી, સુરત. : અવતરણકાર કપિલરાય નાનાલાલ ઠાકુર