________________ 121 શ્રી ભગવતીજી સૂત્રનું બહુમાન આચાર્ય ભગવંત શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કરતા હતા. 45 આગમસૂત્રમાં મહાન ખજાના સ્વરૂપ આ સૂત્ર છે. પાંચમું અંગસૂત્ર કહેવાય. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીની વચ્ચેની પ્રશ્નોત્તરીની હારમાળા છે. વ્યાખ્યાનમાં વાંચનાવસરે જેટલી વાર ગેયમાં શબ્દ આવતે તેટલી વાર સુવર્ણમુદ્રિકા મૂકીને બહુમાન-પૂજન કરવામાં આવતું. ધન્ય હતા એ શેઠ-કેવી અપાર ભક્તિ હતી! (3) અવધિજ્ઞાન ઈન્દ્રિય અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપીદ્રવ્ય પદાર્થોનું જેના વડે જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહેવાય છે. પાંચ જ્ઞાનમાં આ ત્રીજા નંબરનું જ્ઞાન ગણાય છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં પ્રથમ અવધિજ્ઞાન ગણાય છે. જન્મથી અને ગુણથી અવધિજ્ઞાન બન્ને રીતે થાય છે. અવધિજ્ઞાન ભવપ્રત્યયિક ગુણપ્રત્યયિક (દેવ અને નારકીને) (મનુષ્ય અને તિર્યંચને) (1) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન * “મવાત્ય નારાવાat” તત્ત્વાર્થ માં જણાવે છે કે - જે અવધિજ્ઞાન જન્મતાની સાથે જ થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. દેવલોકમાં સર્વ દેવતાઓને તેમ જ નરકમાં નારકી જીવેને જન્મથી જ અવધિજ્ઞાન થાય છે. તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. (2) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન 1 | 2 | 3 | 4 | 5 | 6 અનુગામિ અનનુગામિ વર્ધમાન હીયમાન પ્રતિપાતિ અપ્રતિપાતિ