________________ 119 નિર્ણય સ્પષ્ટ જ છે કે–જમણું પગ સાથે ડાબો હાથ જ ચાલવાને, તે જ પ્રમાણે ડાબા પગ સાથે જમણો હાથ જ ચાલવાને. આનાથી વિપરીત જમણું પગ સાથે જમણે હાથ અને ડાબા પગ સાથે ડાબે હાથ ક્યારેય નથી ચાલતે. શું આમાં પણ આપણું જ્ઞાન કામ નથી કરતું? નથી તેવી ઈચ્છા છતાં પણ વ્યવસ્થિત ચાલ્યા જ કરે છે. ભલે અનૈચ્છિક ક્રિયા હોય પણ જ્ઞાનશૂન્ય નથી. એક સમયે એક જ ઉપયોગ હેય જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે કઈ પણ આત્મા એક સમયે એક જ ઉપગ રાખી શકે છે. એકી સાથે એક સમયે બે ઉપગ સંભવી શકે જ નહીં. દા. ત. (1) એક પાનામાં લાઈનો તે 20-25 લખાયેલી છે. જોઈએ છીએ ત્યારે નજર સમક્ષ તે બધી એક સાથે દેખાય તે છે, પણ શું એકીસાથે 2 લાઈન પણ માણસ વાંચી શકે ખરો? ના, સંભવ જ નથી. (2) આપણે જમણે હાથ જમણેથી ડાબે એમ ગોળ ફેરવીએ. ચોક્કસ ફરે છે. ધારીએ તેટલી ઝડપથી પણ ફેરવી શકીએ છીએ પણ એની સાથે જ એ જ સમયે ડાબે હાથે ડાબેથી જમણે એટલે જમણે હાથથી ઉંધી દિશામાં ફેરવીએ તે શું ફરશે?એક હાથ સીધે અને બીજો હાથ ઉંધા ક્રમે ગોળ ફેરવ શક્ય જ નથી. કારણ એકી સાથે એક સમયે જીવ 2 ઉપગ રાખી જ ન શકે. | (3) તે જ પ્રમાણે નવકારવાલી ગણવી અને વ્યાખ્યાન પણ સાંભળવું બને ક્રિયા એક સાથે કેવી રીતે સંભવે! કાં તે વ્યાખ્યાનમાં મને લાગશે તે નવકારવાલી અટકશે, અને જે નવકારવાલીમાં મન લાગશે તે વ્યાખ્યાન ચુકાશે. આ વાત અનુભવસિદ્ધ એટલી જ સાચી છે. પ્રભુનું કથન-“એક સમયે જ્ઞાનને એક જ ઉપગ' તે ખરેખર સત્ય જ છે.