SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘને વિચારવા જેવું : [૧૭] વિહારના પ્રસંગમાં અનેક ગામે અને ગામડામાં પ્રત્યક્ષ અનુભવી છે. આ બાબતમાં કશું નવીન કે વિસ્મયજનક નથી. આ પરિસ્થિતિ અનેક ગામમાં અનેક સ્થળે અને અનેક સ્થાનમાં પ્રવર્તે છે. તેનું પ્રમાણ જેઓને જેટલું માનવું હોય તેટલું ભાને તે માન્યતાને વિષય છે. આપણે તે એ વિચારવાનું રહે છે કે આનો ઉકેલ શોધવાની અને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવાની ખાસ તાકીદે જરૂર છે. આને અંગે જૈન સમાજે એ પણ જાણવાની જરૂર છે કે વિહારમાં, જંગલમાં કે ઝૂંપડામાં, ગામડામાં કે રણપ્રદેશમાં જ્યાં જૈનનું એક પણ ઘર ન હોય ત્યાં ખેડૂત, મજૂર કે જૈનેતર કોઈને ત્યાં પણ સાધુ-સાધ્વીને આશ્રય લેવો પડે છે. આવા લેકે યથાશક્તિ ભક્તિ કરે છે અને ગોચરી વિગેરે પ્રેમપૂર્વક આપે છે. આવા લેકેને સત્કાર કે કદર જૈન સંઘ તરફથી અવારનવાર કરવામાં આવે તે જરૂરનું છે, કે જેથી તેઓ સાધુ-મુનિરાજોની સેવાશુશ્રુષા ઉલ્લાસથી કરતા રહે. આ બધી વસ્તુસ્થિતિ જાણ્યા પછી તે બધા માટે વ્યવહારૂ અને વાસ્તવિક ઊકેલ આ રીતે કરી શકાય કે-(૧) દરેક ગામે અને દરેક સંઘે સ્વામીવાત્સલ્ય ફંડ કે અતિથિસત્કાર ફંડ દર વરસે કે દરેક પ્રસંગે એકઠું કરી લેવું. (૨) જે સાધુ–સાવી કે શ્રાવક-શ્રાવિકા આવે તેઓના સત્કાર અંગે જે કાંઈ ભેજનખર્ચ લાગે તે આ ફંડમાંથી કરવો. (૩) જે કઈ આવનારની ભક્તિ કરશું અને સગવડ સાચવશું તે દરેક કંઈ ને કંઈ તે ફંડમાં આપશે. કોઈપણ તીર્થની ભોજનશાળાના ખર્ચમાં ખાડે પડતો નથી. (૪) દેરાસર કે ઉપાશ્રય નજીક જે કઈ જૈન ગરીબ સેવાભાવી કુટુંબ રહેતું હોય તેને જ ભજનપ્રબંધનું કામ સોંપવું અને પૂરા પૈસા તેને આપવા, જેથી તેઓને ટેકે અને મદદ મળશે. અને સંધની શોભા પણ સચવાશે. (૫) બીજીકમવાળા કે ધર્મસ્થાનવાળા આપ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy