SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] અનુભવ-વાથી મહ ભરડે અથવા જીવ બાળે અને કોઈ કોઈવાર તે અનાદર પણ કરે. તેમાં પણ સાધુ-સાધ્વી સાથે વિહારમાં મજૂર, નોકર કે માણસ સાથે હોય, તો તેઓને ધડ રાજીખુશીથી કરનાર બહુ ઓછા નીકળે છે. એટલું હજી સારું છે કે સાધુ-સાધ્વીજીને તો સૌ કોઈ સાચવી લે છે અને સંભાળી લે છે, કેમકે તેમના પ્રત્યે સમુદાયના મોટા ભાગના માણસને, અને ખાસ કરીને સ્ત્રીવર્ગને ભક્તિભાવ હોય છે. પરંતુ જે તેમાંના કોઈને માંદગી હોય અને તેમને માટે વૈદ્ય કે ડૉકટરને બોલાવવા હોય કે સારવાર અથવા દવાના પૈસા ચુકવવા પડે, અથવા તેઓને જે કઈ ચીજ વસ્તુ, પુસ્તકે કે ઉપકરણોનો ખપ હોય તો તે બધા માટે સંધમાં કાં તો પૈસા હોતા નથી અથવા તે તેનો બોજો એકાદ બે શ્રીમંત ઉપર નાખવામાં આવે છે. શ્રીમંતે બધા કર્તવ્યના ખ્યાલવાળા હોતા નથી. એટલે જેઓ ગુરુપ્રેમી હોય તેઓની સ્થિતિ હોય કે ન હોય તે પણ તેઓ યથાશક્તિ ભકિત કરે છે. બીજાઓ જેઓ નિષ્ફર કે નફફટ હોય તેઓ સ્થિતિસંપન્ન હોવા છતાં કશે જે ઉપાડતા નથી. તેઓ તે આવો બેજે ન આવી પડે તે માટે સાવધાન રહે છે. આને લીધે સંઘમાં વિષાદ, ઈર્ષા અને મનદુ:ખ વધે છે. જો કે સવળો અર્થ છે કે જેના પુણ્ય ચઢિયાતા હોય તેઓ જ આ ઉત્તમ લાભ મેળવી શકે છે. અને મહાપુણ્ય બાંધે છે, પરંતુ વિષમ સંજોગોમાં આર્થિક ક્ષેત્રે દરેક કાર્ય તુલનાત્મક દષ્ટિથી કરવા લેકે ટેવાઈ ગયા છે, અને સારી સ્થિતિવાળા દિલદગડાઈ કરે ત્યારે સામાન્ય જનતાને તેમના પ્રત્યે નફરત છૂટે છે. વળી કેટલેક ઠેકાણે એવું પણ બને છે કે પુરુષવર્ગ જે કેઈને જમવા નોતરી લાવે તે સ્ત્રીવર્ગને ગઠિતું નથી, અને સ્ત્રીવર્ગ કેઈને લાવે તે પુરુષવર્ગ આંખ ખેંચે છે. આ બધી વાતો કપિત નથી, તેમજ કવચિત કે કવેળાની પણ નથી, પરંતુ અનુભવની છે; જાતે જેએલી છે. અનેક સાધુ-સાધ્વીજીના સ્વમુખેથી સાંભળેલી છે. અને
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy