________________
[ ૧૪ ] શ્રી પ્રાણજીવનદાસ ગાંધીના આ લેખે પાછળ જૈન સમાજ વિષેને તેમને ઊંડો અભ્યાસ, સતત ચિંતન તેમ જ ઊંડું મનન દેખાઈ આવે છે. આ પુસ્તક સાથે જોડેલાં તેમના જીવનને લગતાં આપેલાં ટુંકા ખ્યાન પરથી એમ તે ચેકનું જણાય આવે છે કે પોતે જીવનમાં સમાજ પાસેથી જે મેળવ્યું છે, તે તેમના અનુભવરૂપે વ્યાજ સાથે સમાજને આ પુસ્તકનું પ્રકાશન કરી પાછું આપ્યું છે. એમણે જે મેળવ્યું છે, તેના કરતાં અધિક પ્રમાણમાં પાછું આપ્યું છે, અને એક દષ્ટિએ તો જે વ્યક્તિ સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈને અધિકમાં અધિક પાછું આપે છે, તે જ સાચો સાધુ છે. જૈનસમાજના અન્ય સેવાભાવી કાર્યકરે પણ શ્રી પ્રાણજીવનદાસ ગાંધીના આ કાર્યનું અનુકરણ કરે એમ ઈચ્છી વિરમું છું.
મુંબઈ તા. ૧૩-૮-૧૯૬૦ થી
મનસુખલાલ તારાચંદ મહેતા