SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ન ઝરમર શિશુવયના પ્રથમનાં ત્રણ વર્ષ સુધી કેઈની પણ સમજશક્તિ કે સ્મરણશક્તિ એટલી ખીલેલી નથી હોતી કે પોતાના જીવનપ્રસંગે પોતે સમજી શકે કે યાદ રાખી શકે. સમજણા થયા પછી આપણા માતાપિતા કે વડિલે આપણને આપણું જન્મજીવનની જે વાત કરે કે કહે તેને આપણે સાચી માનવી રહી. એટલે ત્રણ વર્ષની ઉંમર સુધીને પૂર્વ ઈતિહાસ પાછળથી જે મેં જાર્યો હતો તે ઉપરથી હું કહી શકું છું કે મારે જન્મ સંવત વર્ષ ૧૯૪૯ ના શ્રાવણ શુદિ ૪ ને મંગળવાર અને ઈસ્વીસન ૧૮૯૩ ને ઓગષ્ટ માસની તા. ૧૫ મીના રોજ થયો હતો. જન્મથી શરીરસંપત્તિ કંઈક અંશે નબળી ખરી; પરંતુ સમજશક્તિ - કંઈક તિવ્ર અને મને બળ કંઇક મજબૂત હતું. પિતાશ્રી ઈગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ કરીને ભાવનગરમાં રેલવેની નોકરીમાં રૂા. ૧૫ ના પગારથી જોડાયા હતા. પોતે સ્વતંત્ર વિચાર ધરાવતા હોવાથી સંયુક્ત કુટુંબમાંથી જુદા થઈ જુદા રહેતા હતા. માતુશ્રી ઉચ્ચ સંસ્કારી અને મારા સાળ પક્ષે રાજ્યના વંશપરંપરાગતના કારભારી કુટુંબમાંથી આવ્યા હોવાથી તેમનામાં ઘરસંસાર કરકસરથી વિવેકપૂર્વક ચલાવવાની આવડત હતી. ઘરનું બધું કામ તે જાતે કરતા. સવારે વહેલા ઉઠી દળતા અને સાથો સાથ પ્રભાતિયાં એવા મધુર કંઠે ગાતા કે પથારીમાં સુતા સુતા તે સાંભળવામાં મને બહુ આનંદ આવતો. તેમાંથી મને ધર્મના સંસ્કાર અને ધર્મની શ્રદ્ધા સૌ પ્રથમ મળ્યા. રેલવે ઓફીસની નેકરી એટલે પિતાજી સવારે નવ વાગે દેરાસરથી આવી જમીને સાડા નવ વાગે નોકરીએ જવા ઘેરથી નીકળતા અને ગોઘાને દરવાજે તળાવને કાંઠે સૌ ભેગા થઈ કાયમની નક્કી કરેલી ભાડતી ઘેડાગાડીમાં બે માઈલ દૂર ગઢેચી (ભાવનગર પરા)એ રેવેની સૌ સૌની કચેરીએ સૌ સાડા દસ વાગે પહોંચી જતા.. સાંજે સૌ
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy