SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] દેવી અંશ રહે છે, અને તે દૈવી અંશની દષ્ટિએ બધાય જીવોનું આંતરિક ઐક્ય છે. જે જીવાત્માએ આત્મય અને બળ પ્રાપ્ત કર્યા છે, તે પિતાનું જીવન આત્મસંતેષ કે નિષ્ક્રિય અનુકંપામાં નહિ પણ સક્રિય સેવામાં ગાળશે. જયાં સુધી જગત દુઃખી છે, તેને ઉધાર થયો નથી, ત્યાં સુધી તેને શાંતિ વળવાની જ નથી.” આ સંસારને અસાર સમજી માનવજીવન પર જે દુર્લક્ષ આપવામાં ન આવે તો માનવજીવનથી વધુ ઉચ્ચ બીજું કોઈ જીવન નથી. માનવજીવન તે મુક્તિનું દ્વાર છે, અને તેથી જ માનવજીવન કેમ જીવવું એ શીખવું એમાં જ માનવજીવનની સફળતા છે. માનવજીવન જીવતાં આવડે તેના માટે આ સંસાર સારરૂપ છે; જેને જીવતાં ન આવડે તેના માટે કદાચ સંસાર અસાર છે એમ કહેવું વ્યાજબી કહેવાય. થોડાં દિવસે પહેલાં જ જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યક્તિએ મુંબઈના એક ભવ્ય ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે જૈન સંઘના વ્યવસ્થિત બંધારણ તેમ જ સાધુ સંસ્થામાં પ્રવર્તતા ગચ્છના ભેદોની બાબતમાં ટકેર કરી હતી. જગતના તમામ દેશેમાં ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે. આજે જૈન સમાજનું નૈતિક, આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન કથળી રહ્યું છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ, આ બધી પરિસ્થિતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરી તેને વ્યવસ્થિત કરવા માટે શું શું કરવું જરૂરી છે, અને કેવા કેવા સુધારાઓ કરવા જોઈએ તે સંબંધમાં વિચારણા કરવા માટે આ પુસ્તકમાંના લેખે માર્ગદર્શનરૂપ થઈ પડશે તેમાં મને શંકા નથી. જાતિ, કુળ અને ગચ્છના ભેદોને જૈન ધર્મમાં સ્થાન નથી. ભગવાન મહાવીરના મુખ્ય ગણધરે તેમ જ આપણા મહાન આચાર્યો સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જૈન કુળમાં નહીં પણ અન્ય કુળમાં જન્મ્યા હતા, તે હકિકત ધ્યાનમાં રાખતાં એક વસ્તુની તે આપણને ખાતરી થવી જોઈએ કે જૈન
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy