________________
[ ૧૧ ]
આરોગ્ય વિભાગના લેખો તે સૌ કેને ઉપયોગી છે. રહેણીકરણી તેમજ ખાવાપિવાની બાબતમાં કુદરતના નિયમેાના ભંગ કરવાના કારણે, કુદરત તરફથી માણસને જે શિક્ષા કરવામાં આવે છે, તેને આપણે રાગ, માંદગી, દર્દ ઇ.ના નામે ઓળખીએ છીએ, અને પછી આપણા દોષ ન શ્વેતાં કમેર્માને દ્વેષ દઇએ છીએ. કર્મના અર્થની બાબતમાં આપણે ત્યાં ભયંકર અજ્ઞાનતા પ્રવર્તતી જોવામાં આવે છે. ભૂતકાળમાં આપણા પેાતાના જ કરેલા પુરુષાર્થના પરિણામરૂપે પરિપકવ થતાં ક્ળાને જ કર્યું કે પ્રારબ્ધ કહેવામાં આવે છે. વર્તમાનકાળના આપણા સત્કાર્યો કે દુષ્કૃત્યો, ભવિષ્યકાળમાં આપણાં કર્મ તરીકે ઉદયમાં આવે છે. ભવિષ્યકાળમાં, આ જન્મે અગર પછીના જન્મા દરમ્યાન આપણને દુ:ખ ન ગમતું હોય તેા, દુ:ખ ઉત્પન્ન થાય તેવાં કાઇ પણ કૃત્યા મન, વચન અગર કાયાથી ન કરવાની આપણે સતત કાળજી રાખવી જોઇએ. આપણા સુખદુઃખા માટે બીજી કાઇ પણ વ્યક્તિ નહીં પણ આપણે પોતે જ જવાબદાર છીએ, તે નિર ંતર ધ્યાનમાં રાખવુ જોઇએ.
ધર્મ શાસ્ત્રોએ સંસાર દુઃખરૂપ છે એમ કહી સંસારને અસાર કહ્યો. છે. જીવન ક્ષણભંગુર છે, અનિશ્ચિત છે, અનિત્ય છે એમાં શંકા નથી; પરંતુ તેને અ એમ નથી કે નિષ્ક્રિય બની દુઃખરૂપ સંસારમાં જે દુ:ખે ઓછાં કરી શકાય એમ હાય તેને પણ એછાં ન કરતાં સહન કરી લેવાં. માત્ર આપણા દેશના જ નહીં, પણ જગતના લગભગ બધા જ દેશામાં દર્શનશાસ્ત્રના એક નિષ્ણાત પતિ તરીકે જાણીતા થયેલા શ્રી રાધાકૃષ્ણન એમના એક પુસ્તકમાં આ સંબંધમાં લખતાં જણાવે છે કે......... આપણે કેવળ ક્રોધ અને ભયમાંથી, દુ:ખ અને વિપત્તિમાંથી અચવાનું છે એમ નથી, પણ અસંગ અને એકલતામાંથી પણ બચવાનુ છે. જો આપણને માનવજાતના ભાવિમાં અને તેની આધ્યાત્મિક શકયતાઓમાં શ્રધ્ધા હાય તે। જ્યાં સુધી જગતના ઉધ્ધાર ન થાય ત્યાં સુધી આપણે જંપીને બેસી નહિ શકીએ. બધાય સાચા ધર્માંની મુખ્ય માન્યતા એ છે કે મનુષ્ય પૂર્ણતાને પામી શકે છે, તેનામાં