SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ T૭૬ શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો ३६ मरण वखते समाधि साचववा खुब लक्ष राखजे. જીવને જીવિતપર્યંત જેવા શુભાશુભ અભ્યાસની આદત હોય છે તેવીજ તેની શુભાશુભ અસર તેના મરણુ સમયે સ. માધિના સંબંધમાં થાય છે એમ સમજીનેશાણા ભાઇ હૈનાને જીવિતપર્યંત શુભ અભ્યાસનીજ આદત પાડત્રી ઉચિત છે. સારાં કારણુ સેવવાથી કાર્ય પણ સારૂ જ થાય છે. એવા નિશ્ચય અને શ્રદ્ધાપૂર્વક મરણુ વખતે સમાધિ ઇચ્છનાર જનાએ જીવિત પર્યંત શુદ્ધ ભાવનાથી શુભ કરણી કરવા પરાયણ રહેવુ" જરૂરનું છે. સતત લક્ષપૂર્વક ખંતથી સત્કરણી કરનાર સત્પુરૂષ - વ્યવસાયની વિશુદ્ધિથી અંતે સમાધિયુક્ત મરણુ કરી સદ્ગતિના ભાગી થાય છે. જો તુ જન્મમરણના દુઃખથી ત્રાસ પામ્યા હોય તે શ્રી -વીતરાગવચનાનુસાર નિષધર્મનું આરાધન કરીને જેમ સમાધિ મરણની પ્રાપ્તિ થાય તેમ ખાસ લક્ષ રાખ. સમાધિ મરણથી જીવિતપર્યંત કરેલા ધર્મની સાર્થકતા થાય છે. ગમે તેટલા ઉંડા કુવામાંથી જળ કાઢવાને માટે લાંખી દોરી સાથે લાટા વિગેરે કુવામાં નાંખતાં દોરીના અમુક છેડાનો ભાગ હાથમાં મજભુત રીતે પકડી રાખવામાં આવે છે અને જે તે યુક્તિથી જાળવી શકે છે તે તે લેાટા સાથે અભિષ્ટ જળ મેળવી શકે છે; પણ જો છેવટના ભાગમાં કઇ પણુ ગલત કરે છે તા તે સર્વને ગમાવી પેાતાના જાનને પણ જોખમમાં નાંખે છે; તેમ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy