SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ મરણ વખતે સમાધિ સાચવવા ખુબ લક્ષ રાખજે. ૭૭ સમાધિ મેળવી પિતાને જન્મ સુધારવાને આખી જીંદગીના મોટા ભાગ સુધી યત્ન કર્યા છતાં જે છેવટના ભાગમાં ગફલત બેદરકારી કરવામાં આવે તે પિતાના ચળચિત્તથી તે અભિષ્ટ સમાધિને અંત વખતે મેળવવા ભાગ્યશાળી થઈ શકતું નથી પરંતુ દૂષિત થયેલાં મન, વચન, અને કાયાથી ઉલટી અસમાધિ પેદા કરીને અર્ધગતિને પામી જન્મમરણજન્ય અનંત દુઃખને જ ભાગી થાય છે. માટે રાગદ્વેષાદિક અંતરવિકારે જેમ નિર્મૂળ થવા પામે તેમ યત્નથી જીવિતપર્યંત નિષ્કામ ચિત્ત રાખી વ્યવહારિક નૈતિક અને ધાર્મિક જીવન ગાળવામાં આવે અને કદાપિ પણ સ્વઈષ્ટ કાર્યમાં ગફલત થવા ન પામે તે છેવટ અંત સમયે સમાધિ પ્રાપ્ત થયા વિના રહે નહિં. એમ સમજીને કણ વિવેકીનર સ્વઈષ્ટ કાર્યની ઉપેક્ષા કરી સ્વછંદ વર્તનથી સંસાર પરિભ્રમણ પસંદ કરે વારૂ? અથવા ખ. રેખરૂં તત્ત્વરહસ્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જેવી ગતિ એવી મતિ અને અતિ એવી ગતિ” આ માર્મિક વચન બહુ બહુ મનન કરવા ગ્ય છે; અને ટુંકાણમાં સર્વ હિતોપદેશના સારરૂપ છે. સમાધિસુખના કામીજનોએ આરાધના પ્રકરણદિકમાં કહેલાં ચ્યાર શરણું, દુષ્કૃતનિંદના, સુકૃત અનુમોદના સર્વ જીવ સાથે ખામણા, સંલેખના, પંચાચારની વિશુદ્ધિ તથા નવકાર મહામંત્રાદિકનું લક્ષપૂર્વક સ્મરણાદિક દશ અધિકાર બહુ સારી રીતે સમજવા, આદરવા. અને આરાધના અથવા પુન્યપ્રકાશના સ્તવનથી પણ ઉક્ત અધિકાર સારી રીતે સમજી શકાય તેમ હોવાથી અંત સમાધિને ઈચ્છવાવાળા ભાઈ બહેનોએ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy