SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. વશ પડેલા પ્રાણ એમ જ કરે છે. “ક્ષણ લાખેણે જાય –આ અમૂલ્ય માનવભવને વખત એળે ગુમાવવાને નથી. સારાં સુકૃતવડે તે શીધ્ર સફળ કરી લેવાને છે. ધર્મહીન માનવને ભવ નિષ્ફળ જાય છે અને ધર્મ યુક્તને તે સફળ થાય છે. ધર્મહીન માણસ ભવાન્તરમાં ભારે દુઃખના. ભાગી થાય છે, અને ધર્મચૂસ્ત માણસો અક્ષય સુખના અધિકારી થઈ શકે છે. “દેહે દુઃખ મહાફેલં’–સ્વાધીનપણે આત્મ કલ્યાણને માટે દેહનું દમન કરવું બહુ હિતકારી છે, અન્યથા. પરાધીનપણે તે દમાવું જ પડશે, અને એમ કરતાં પણ અભીષ્ટ સુખની પ્રાપ્તિ થઈ શકશે નહિ. સ્વાધીનપણે તે દેહને દમવાથી યથેષ્ઠ સુખ મળી શકશે. “દેહસ્ય સાર વ્રત ધારણું ચ” યથાશક્તિ સદ્વ્રત ધારણ કરવાથી જ આ માનવદેહની સાર્થકતા શાસ્ત્રકાર સ્વીકારે છે, તે વિના તે “અજગલ સ્તનયેવ, ત સ્ય જન્મ નિરર્થકમ-બકરીના ગળામાંના આંચળની પેઠે તેને જન્મ માત્ર નિરર્થકજ છે. જેઓ કેવળ વિષયકષાયાદિ પ્રમાદને વશ થઈ પિતાને માનવભવ વ્યર્થ ગુમાવે છે, તેઓ સેનાના થાળમાં કસ્તૂરીને બદલે ધૂળ ભરે છે, અમૃતનું પાન કરવાને બદલે તેના વડે પાદચ કરે છે, શ્રેષ્ટ હાથીની પાસે લાકડાં વહાવે છે, અને ચિન્તામણિરત્નને કાગડાને ઉડાડવા માટે હાથમાંથી ફેંકી દે છે.–આવી મૂર્ખાઈ કરે છે. વળી જે સ્વચ્છેદ વર્તનથી ક્ષણિક સુખને માટે અમૂલ્ય માનવભવને હરે છે તે મધ્ય દરિયામાં એક ફલકને માટે તારક વહાણને ભાગી નાંખે છે, એક ખીંટીને માટે આખા મહેલને પાડી નાંખે છે, અને એક
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy