SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪મનુષ્યભવફરીમળમુશ્કેલ છે,એમસમજીશીધસ્વહિત સાધીલે ૧૬ આરાધન કરીને કોઈ પણ જીવ કદાપિ પણ તે જ ભવમાં સર્વ ઘાતિ-અઘાતિ કર્મને સર્વથા અંત કરીને અક્ષય અવિનાશી એવું મેક્ષસુખ સાધવાને સમર્થ થઈ શકે નહિ, અને તેથી જ આ મનુષ્ય ભવ દેવને પણ દુર્લભ કહ્યો છે. અર્થાત્ સમ્યગહષ્ટિ દેવે પણ મોક્ષ ગતિના દ્વારરૂપ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે અને તે માનવ ભવ પામીને તેને સાર્થક કરવા સમાજમાં આવ્યા બાદ બનતે પ્રયત્ન પણ કરે છે. તે માનવભવ સાક્ષાત્ પામીને મેક્ષાર્થી જનેએ મોક્ષ સાધનમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કર એગ્ય નથી. પ્રમાદજ પ્રાણીને કટ્ટામાં કટ્ટો દુશ્મન છે, જેથી તેને પ્રાપ્ત સામગ્રીને પણ નિષ્ફળ કરી નાંખે છે. પ્રમાદને પરવશ પડી જે લેકે માનવભવને નિષ્ફળ કરે છે તેમને આ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતાં તે પુનઃ પ્રાપ્ત થે અતિ દુર્લભ છે. આથીજ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દષ્ટાંતે દુલભ કહ્યો છે. એટલું જ નહિ પણ ભગવાન શ્રી વિરપ્રભુએ પિતાના મુખ્ય શિષ્ય શ્રી ગોતમ ગણધરને સંબોધીને પ્રગટ રીતે કહ્યું છે કે “એક ક્ષણમાત્ર પણ પ્રમાદ નહિ કર'આ વાકય કેટલું બધું અર્થસૂચક છે? તેમાંથી આપણને કેટલે બધે બોધ લેવાને છે? છતાં જો આપણે સુખશીલ થઈને પ્રમાદાચરણ તજશું નહિં તે છેવટ આપણને કેટલું બધું શેચવું પડશે? તેને ખ્યાલ પણ આવ અત્યારે મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ યથાર્થ કહે છે કે ક્ષણિક સુખને માટે લાંઆ કાળનું સુખ બેઈ દેવું જોઈએ નહિં. પણ પ્રમાદને પ
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy