SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર આત્મનિરીક્ષણ ખૂબ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું. * આરાધના આપણી સગવડે અને આપણું અનાદિકાલીન સંસ્કારની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરૂ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ? જ બીજા સંયમીઓના કાલ-સંજોગ-સાધનની વિષમતાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કુવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી ? અનતજ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કયી રીતે ? આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે ! તે દુલભતા કયી રીતે ? જ આહાર-વિહાર-વસ્ત્ર-પાવની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે ? * સંયમ શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે? શહેર, પરિચિત ગામ અને તીર્થ– ધામમાં વધુ પડતા નિષ્કારણવાસની ટેવથી પંચાચાર અને સમિતિ ગુણિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી?
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy