SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વ્યાખ્યાન, કલ્પ એટલે શું ? કલ્પસૂત્રમાં જે ક૯૫ શબ્દ આવે છે તેનો “ આચાર” એ અર્થ થાય છે. કલ્પસૂત્રમાં મુખ્યત્વે સાધુઓના આચાર વિષે વિવેચન છે. તે આચારના દશ ભેદ કરવામાં આવ્યા છે(૧) આચેલકય (૨) એશિક (૩) શય્યાતર (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) વ્રત (૭) જ્યેષ્ઠ (૮) પ્રતિક્રમણ(૯) માસક૯પ અને (૧૦) પર્યુષણ. આચેલકય. ચેલ એટલે વસ્ત્ર, અને અચેલક એટલે વસ્ત્રરહિત. અલકને ભાવ આલકય. અલકપણું તીર્થકરેને આશ્રીને રહેલું છે. તેમાં પહેલા આદિનાથ ભગવાન અને છેલ્લા મહાવીર સ્વામીને શકે કે અર્પણ કરેલા દેવદૂષ્ય” વસ્ત્રના અપગમથી હંમેશા અલકપણું જ છે. અને બીજા તીર્થકરને વિષે સર્વદા સચેલકપણું –વસ્ત્રસહિતપણું છે. કિરણુવલીના ટીકાકાર આ બાબતમાં જરા જૂદા પડે છે. તેઓ કહે છે કે એવી તીર્થકરેને શકે કે અપેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી સર્વદા અલકપણું જ ઘટે છે. પણ એ વિષય વિવાદાસ્પદ છે. શ્રી અજીતનાથ વિગેરે બાવીશ તીર્થકરેના તીર્થના સાધુઓ “સરલ ” અને “પ્રાણ” લેખાય છે. તેઓ ઘણું કીંમતી અને ભાતભાતનાં રંગવાળાં વસ્ત્રો વાપરી શકતા. તેથી તેમને સચેલક કહેવામાં કાંઈ હરક્ત નહીં. તેમજ કેટલાક સાધુએ વેત અને અમુક માપવાળાં વસ્ત્રો ધારણ કરતા હોવાથી તેમને અલક પણ કહી શકાય. આ રીતે બાવીશ તીર્થકરોના તીર્થના * તીર્થકરે જ્યારે દીક્ષા લે છે ત્યારે ઇંદ્ર એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy