SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ મેં તપાસેલા અને કેટલેક પ્રસંગે ઉપયોગમાં લીધેલા એવા ઉપરોક્ત ગ્રંથો ઉપરાંત નીચેના ગ્રંથો પણ અહિં નોંધવા યોગ્ય ધારું છું. ૭–વિજયતિલકની કલ્પદીપિકા. સં. ૧૬૮૧. ગ્રંથસંખ્યા-૫૦૦ ડ. બુલ્હરની આ ટીકાની પ્રતિ મેં જોઈ છે. ૮- વિજયનો શાખાબધ (?). ડો. સ્ટીવન્સને પિતાના કલ્પસૂત્રની પ્રસ્તાવનાના નવમા પૃષ્ઠ ઉપર આને નિર્દેશ કરેલો છે. ૯-કલ્પસૂત્રટીકા. જુઓ, ડો. બુલ્ડરને સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકની શોધનો રીપોર્ટ. ૧૮૭૨-૭૩. ૧૦-બલિનના સંગ્રહની એક નનામી ટીકાની પ્રતિ. (પ્રતિ અથવા પત્ર. ૬૩૮.) આ પ્રતિ તદ્દન બેપરવાઈથી લખેલી છે અને તે મને ઈ રીતે ઉપયોગી નિવડી નથી. સંવત ૧૭૫૯. ટિપણુમાં મેં માત્ર સંદેહવિષૌષધિમાંથી ઉતારી આપ્યા છે. પહેલાં મેં સુબોધિકા અને કિરણુવલીમાંથી ઉતારા કર્યા હતા, પરંતુ મને સહવિષાષધિ મળવાથી, સૈથી પ્રાચીન ટીકાકારના શબ્દોમાં જ સમજુતી આપવાનું મેં વધારે ગ્ય ધાર્યું છે. કલ્પસૂત્રનું એક અંગ્રેજી ભાષાન્તર રેડો. સ્ટીવન્સને પ્રકટ કર્યું છે.' જેનગ્રંથમાં આજ સુધીમાં પ્રમાણ ગણાતું માત્ર આ એકજ પુસ્તક પ્રકટ થએલું છે. પરંતુ મારે દિલગીરી સાથે લખવું પડે છે કે તે માત્ર યથાર્થ નથી; એટલું જ નહીં પણ તે અવિશ્વસનીય પણ છે. જોકે એ એક ભાષાન્તર ગણાય છે; પરંતુ વાસ્તવિકમાં તે ભાષાન્તર નથી, એટલું જ નહીં પણ ઘણે ભાગે તો બેકાળજીથી ઘસડી કાઢેલે એક સારાંશ માત્ર છે. આનો પ્રથમ ભાગ ભાષાન્તરમાં, સમાચારીના વિશેષ કઠિન ભાગ કરતાં સાધારણતયા વધારે વિશ્વસનીય રીતે ઉતારવામાં આવ્યો છે. કારણ કે એ પ્રકરણમાં ડો. સ્ટી ૧ “કલ્પસૂત્ર અને નવતત્ત્વ.” આ બન્ને ગ્રંથ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયના છે, અને માગધી ભાષામાંથી ભાષાન્તરિત કરેલા છે. આમાં એક પરિશિષ્ટ આપવામાં આવ્યું છે, અને તેની અંદર મૂળગ્રંથની ભાષા ઉપર વિવેચન કરેલું છે. ભાષાન્તરકર્તા રે. જે. સ્ટીવન્સન, ડી. ડી. પી. આર. એ. એસ. સન ૧૮૪૮.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy