SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઓ આપેલી છે. તેમાં પર્યુષણકલ્પનિર્યુકિતની ટીકા નથી. તે ત્રણે ટીકાઓ નીચે પ્રમાણે છે – ૧-વિનયવિજયજીકૃત સુબોધિકા સં. ૧૬૯૬. આ ટીકાનું ગ્રંથપરિણામ ૫૪૦૦ છે. આની જે પ્રતિ મેં વાપરી છે, તે મુંબઈના સંગ્રહની છે. ર-ધર્મસાગરકૃત કિરણાવલી ઉર્ફે વ્યાખ્યાનપદ્ધતિ. સંવત ૧૬૨૮. ગ્રંથસંખ્યા, ૭૦૦૦. મુંબઈ. ૩–સમયસુંદરકૃત કલ્પલતા. આમાં સાલ આપેલી નથી. પણ લેખક કહે છે કે તેના ગુરૂ, સકલચંદ્રના ગુરૂ, જિનચંદ્ર અકબરના વખતમાં વિદ્યમાન હતા. આ ઉપરથી તેમના સમયનું અનુમાન કરી શકાય તેમ છે. આ કલ્પલતા તે, જેના ઉપઘાતનું ડો. સ્ટીવન્સન ભાષાન્તર કર્યાનો ઢોંગ કરે છે, તે ક૯૫લતા નથી. આ કપલતાની એક પ્રતિ ડો. બુલહરે કૃપા કરીને મને વાપરવા આપી હતી. તેની ગ્રંથસંખ્યા મૂળ અને ટીકા બની મળીને ૭૭૦૦ છે. તેના ઉપર મિતિ સંવત ૧૬૯૯ ની છે. આ ટીકાઓથી વધારે અર્વાચીન અને એનાથી અલ્પ મહત્ત્વના ગ્રંથ નીચે પ્રમાણે છે. ૪-લક્ષ્મીવલ્લભકૃત કટપદમ. આમાં દરેક સૂત્રની પાછળ તેનું સંસ્કૃત ભાષાંતર આપેલું છે. આ ગ્રંથને મોટે ભાગ અન્ય ટીકાઓમાં ઉપલબ્ધ થતી કથાઓને બનેલું છે. આ ટીકાને અંતે કાલિકાચાર્યની કથા પણ ઉમેરેલી છે. મારી પાસે કલ્પકુમની એક હસ્તલિખિત પ્રતિ છે પણ તે ખરાબ અને અર્વાચીન છે. સં. ૧૯૦૩. ૫-મૂળની બબે પંકિતઓ વચ્ચે આપેલા ભાષાન્તર રૂપ એક નનામા લેખકને ટબ. કથાસમૂહ અને સ્વપ્નનું ગુજરાતી સ્પષ્ટીકરણ તેનાં ગ્ય થળે દાખલ કરેલાં છે. આ આવૃત્તિમાં મેં તેને C નિશાનીથી દાખવ્યો છે. આના લેખક અભયસુંદર મુનિ હતા- કદાચ તે કર્તા પણ હોઈ શકે ?). સંવત ૧૭૬૧. : ૬-કથાદિ રહિત એક છે. આ પ્રતિ ઈડિઆ ઓફિસ લાઈબ્રેરીની નં. ૧૨૯૯ની છે. કેબ્રિકે પિતાના સારશે (Abstracts) તૈયાર કરવામાં આ પ્રતિને ઉપયોગ કર્યો હતો.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy