________________
નવમ વ્યાખ્યાન.
૪૧૫ તે છઠને દિવસે પર્યુષણ કરીએ.” આચાર્યે કહ્યું કે “(પંચમી) અતિક્રમવી ન જોઈએ.” ત્યારે રાજાએ કહ્યું “આગળ ચેથને દિવસે પર્યુષણા કરીએ.” ત્યારે આચાર્યે કહ્યું એ પ્રમાણે છે.” પછી ચેાથે પર્યુષણા કરી. એ પ્રમાણે યુગપ્રધાન કારણે ચોથા પ્રવર્તાવી, અને તે સર્વ સાધુને માન્ય છે. ઈત્યાદિ નિશીથ ચર્ણિ ના દશમા ઉદેશામાં કહ્યું છે. એવી રીતે જયાં કઈ જગાએ પણ પર્યુષણાનું નિરૂપણ આવે ત્યાં ભાદ્રપદ સંબધીજ જાણવું; પરંતુ કોઈ પણ આગમને વિષે “મવાસુદપંચમી પોતવિત્તિ ' એટલે ભાદરવા સુદિ પંચમીએ પર્યુષણ કરવી એ પાઠની માફક “મિવદ્વિમારિણે તાવળકુવંરમી પનોસવિનત્તિ” એટલે અભિવદ્ધિત વર્ષમાં શ્રાવણ સુદિ પંચ મીએ પર્યુષણ કરવી એ પાઠ ઉપલબ્ધ થતું નથી. તેથી કાર્તિક માસથી પ્રતિબદ્ધ ચતુર્માસિક કૃત્ય કરવામાં જેમ અધિક માસ પ્રમાણુનથી, તેમ ભાદરવા માસથી પ્રતિબદ્ધ પર્યુષણા કરવામાં અધિક માસ પ્રમાણુ નથી, માટે કદાગ્રહને છોડી દે. વલી અધિક માસ શું કાગડે ભક્ષણ કરી ગયા છે ? અથવા શું તે માસમાં પાપ લાગતું નથી કે ભૂખ લાગતી નથી ? ઈત્યાદિ ઉપહાસ્ય કરીને તારું પોતાનું ઘેલાપણું પ્રગટ ન કર. કારણ કે તું પણ અધિક માસ હેતે છતે એટલે તેર માસ છતે સાંવત્સરિક ખામણામાં “વરસાદું માતા ઈત્યાદિ બોલતાં અધિક માસને અંગીકાર કરતો નથી. એ પ્રમાણે ચતુર્માસિક ખામણમાં અધિક માસ હોય તે પણ “સરું માથું ઈત્યાદિ અને પાક્ષિક ખામણમાં અધિક તિથિ હોય તેપણ “પરસવું વિવા” એ પ્રમાણે તું બેલે છે. તેવીજ રીતે નવકલ્પ વિહાર આદિ લેકેસર કાર્યને વિષે પણ બેલાય છે. (દશ કલ્પ કહે