________________
નિવેદન
શ્રી કલ્પસૂત્ર અને સુપિકા ટીકાના અનેક ભાષાંતરે આજ સુધીમાં બહાર પડ્યાં છે, પણ તેમાંના સંસ્કૃત સમાસ તથા જુની ઢબની ભાષાશૈલીને લીધે જેવાં જોઈએ તેવાં પ્રચાર પામ્યાં નથી. છે આ ભાષાંતરને બને ત્યાં સુધી સરળ અને સહજ બનાવવાને કે પ્રયત્ન કર્યો છે. તેમ કરવા જતાં કયાંઈ મૂળના ભાવનું ઉલ્લંઘન ન રે ૪ થવા પામે તેની પણ સંપૂર્ણ સાવચેતી રાખી છે. પ્રારંભના થોડાં કે વ્યાખ્યાનો એક–વિદ્વાન પંન્યાસજી મહારાજને વાંચી સંભળાવી હું તેમને સતિષ પણ પ્રાપ્ત કરવાનું સદ્દભાગ્ય મેળવ્યું છે એટલે
આ ભાષાંતર નિર્દોષ અને શુદ્ધ હવા વિષે મને શંકા નથી; છતાં છે જે ક્યાંઈ અશુદ્ધિ કે પ્રમાદદોષ જણાય તે બીજી આવૃત્તિમાં સુધારવા તૈયાર રહીશ.
પુસ્તકને અને ચિત્રો તૈયાર કરવાનું કામ પણ એક જૈન છે છે કળાવિદ્દને જ સોંપવામાં આવ્યું હતું. શ્રી તીર્થકર મહારાજાઓનાં ચિત્ર આક્તાં તેમને વસ્ત્ર સહિત કે વસ્ત્રરહિત આંકવા એવી એક
મુંઝવણ ઉભી થઈ હતી, પરંતુ તીર્થકર મહારાજના અતિશયને કે લક્ષમાં રાખી ચિત્રકાર ભાઈશ્રી ચંદુલાલ છગનલાલ શાહે તેમને વસ્ત્ર સાથે જ ચિતરવાનું યોગ્ય ધાર્યું છે. ભાઈ ચંદુલાલે પિતાના બીજા વ્યવસાયમાંથી અવકાશ મેળવી બનતી તાકીદે ચિત્રો તૈયાર કરી આપ્યાં તે માટે અમે તેમના આભારી છીએ.
એક સરળ, સચિત્ર અને સરસ કલ્પસૂત્ર–ભાષાંતરની ખોટ છે કે આ ગ્રંથથી પુરી પડશે એવી મને પૂર્ણ ઉમેદ છે.
સંપાદક.