________________
૧૪મ વ્યાખ્યાન.
૧૮૯
""
""
વ્યાખ્યા અને ખળદની રાશ લઇ પ્રભુને મારવા દોડ્યો ! એ સમયે શક્રેન્દ્રને વિચાર થયા કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જરા જોઉં તા . ખરા ! ” તેણે અવધિજ્ઞાનથી જોયુ તે પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગેાવાળીએ તેની નજરે ચઢ્યો. ઈન્દ્ર ગેાવાળને તજ ક્ષણે ત્યાંજ થંભાવી દીધા અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનંતિ કરી કે ભગવન્ ! આપને બાર વરસ સુધીમાં ઘણા ઘણા ઉપસર્ગ થવાના છે. માટે જો આપ આજ્ઞા કરે તેા હું તેટલે વખત આપની સેવામાં હાજર રહું. પ્રભુએ કાઉસગ્ગ પારી શાંત વાણીમાં જવાબ આપ્યા કે:—“ હે દેવેન્દ્ર ! એવુ કદાપિ થયું નથી, થતું નથી અને થાય પણ નહીં કે કેાઈ પણ દેવેન્દ્ર કે અસુરે દ્રની સહાયથી તીથ કરેા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, અને સિદ્ધિપદને પામે, તીર્થંકરા કદાપિ પરસહાયની અપેક્ષા ન રાખે, તેઓ તા પેાતાનાજ મળ, વીય અને પુરૂષાર્થ ઉપર આધાર રાખે, પેાતાનાજ પરાક્રમથી કેવળજ્ઞાન મેળવે અને પેાતાના મળથી જ મોક્ષે જાય. ” પ્રભુનાં વચના સાંભળી ઇન્દ્રે પ્રભુની સેવામાં સાથે રહેવાના વિચાર માંડી વાળ્યા. પરંતુ પ્રભુને જો કાંઇ મરણાંત ઉપસર્ગ થવાના પ્રસંગ આવે તે તે અટકાવવા માટે, ખાળ તપસ્યાથી વ્યતર જાતિમાં ઉત્પન્ન થયેલ, પ્રભુના માશીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કેાલ્લાક સન્નિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઈચ્છાથી-એટલે કે તેમની પછીના સાધુએ પાત્રમાં આહાર કરે એવા ઉદ્દેશથી, તેમણે બહુલ નામના બ્રાહ્મણને ઘેર પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાન્નથી કર્યું. તે વખતે આકાશમાં દેવાએ દુંદુભિના નાદ કર્યો, વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્યેાની વર્ષો થઈ, તેમજ સાડાબાર કરોડ સેાનૈયા વો ! દેવાએ ‘અહાદાન' ! અહાદાન' !' એ પ્રકારની ઉદ્દાષણા કરી. એ રીતે પાંચ દિવ્યેા પ્રકટ થયાં.
ܕܕ