________________
૧૩૨
શ્રી કલ્પસૂત્રન
તેાળી શકાય એવુ, જેમકે ગાળ, કંકુ વિગેરે. ( ૩ ) મેય એટલે માપી શકાય એવું, જેમકે ઘી, તેલ, લવણુ વિગેરે અને (૪) પરિચ્છેદ્ય એટલે ભરી શકાય એવું, જેમકે વસ્ત્ર, રત્ન વિગેરે. એવી રીતે ચાર પ્રકારના ધન અને ધાન્યથી વૃધ્ધિ પામ્યું. સતાંગ રાજય, રાષ્ટ્ર, હાથી ઘેાડા રથ અને પાળારૂપી ચતુર’ગી સેના, ખચ્ચર વિગેરૢ વાહના, દ્રવ્યના ખજાના, કાઠારા, નગર, અંત:પુર, દેશવાસી લેાકેા, અને કીર્ત્તિમાં પણ ઉત્તરાત્તર વૃધ્ધિ થવા લાગી. ગાયે વિગેરે પશુઓથી, ઘડેલા અને નહીં ઘડેલા સુવર્ણ થી, કકે તનાદિ રત્નાથી, ચંદ્રકાંતાદિ મણિએથી, મેાતીઓચી, દક્ષિણાવત શ`ખાથી, રાજાએ તરફથી મળતા ખીતામેથી, પરવાળાંથી, માણેક વિગેરે લાલ મેાતીએથી જ્ઞાતકુળ ઉભરાવા માંડયું. વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી તથા પ્રીતિ–માનસિક સતાષ અને સ્વજનાએ વસ્ત્રાદિ વડે કરેલા સત્કારથી જ્ઞાતકુળ અતિશય વૃધ્ધિ પામ્યું.
આથી શ્રમણ ભગવન મહાવીરના માતપિતાના ' આત્મવિષયક ૪ ચિંતિત, ૩ પ્રાર્થિત અને મનેાગત૪ સોંકલ્પ થયા કે:જયારથી આપણા આ બાળક કુળને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયેા છે ત્યારથી આપણાં ધન-ધાન્યમાં વૃધ્ધિ જ થતી રહી છે. તેમજ
૧ આત્મવિષયક એટલે આત્માને વિષે થયેલા.
૨ સંકલ્પના એ પ્રકાર (૧)ધ્યાન સ્વરૂપ અને (ર) ચિતવન સ્વરૂપ. તે એ જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયા એમ જણા વવા ચિંતવન શબ્દ મૂકયા છે,
૩ ચિતવન સ્વરૂપ સંકલ્પ પણ કાઇ અભિલાષારૂપ હાય છે, અને કાઇ અભિલાષારૂપ નથી હેાતા. અભિલાષારૂપ બનાવવાને અહીં પ્રાર્થિત શબ્દ મૂકયા છે.
૪ મનેાગત–મનમાં જ રહેલા-વાણીથી સ્પષ્ટ નહીં થયેલા.