________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૧
ને તિર્યંગ ભક દેએ ઉપાડી સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકયા.
શૃંગાટક-ત્રિક ચતુષ્ક વિગેરેની વ્યાખ્યા ઉકત ગ્રામ વિગૅમાં કયે કયે ઠેકાણેથી દાટેલાં મહાનિધાન સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકાયાં તે જાણવું જરૂરનું છે. શિંગડા નામના ફળના આકારે જે ત્રણ ખુણીયું સ્થાન હોય તે શુંગાટક કહેવાય, જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક, જયાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્વર, ચાર દરવાજાવાળા દેવમંદિર, રાજમાર્ગો, જયાં પહેલા ગ્રામ વસેલા હેય પણ પાછળથી ઉજજડ થઈ ગયા હોય એવા ગ્રામસ્થાને, જ્યાં પહેલા નગર વસેલા હોય, પણ પાછળથી ઉજજડ થઈ ગયા હોય એવા નગરસ્થાનો, ગ્રામમાંથી પાણી નીકળવાના માર્ગો ગ્રામનિર્ધામન ( ગા. મની ખાળે) કહેવાય, નગરની ખાળે, દુકાને, યક્ષ વિગેરે દેવોના મંદિરે, મુસાફરોને ઉતરવાના સ્થાને, પાણીની પરબો, બગીચાઓ, નગરની નજીકના ઉલ્લાને, વને, વનખંડે, સ્મશાને, શૂન્ય ઘરે, પર્વતની ગુફાઓ, શાંતિગૃહ, શિલગુહા, કુટુંબીઓને નિવાસ કરવાના સ્થાને વિગેરે ભિન્નભિન્ન ઠેકાણે કંજુસ માણસેએ પહેલાં જે મહાનિધાન દાટેલાં હતાં શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્યગ જંક દેએ સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકયા.
- વર્ધમાન નામની સાર્થકતા હવે જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંહરાયા, તે રાત્રિથી માંડીને જ્ઞાતકુળ હિરણ્યથી–સેના રૂપાથી વૃદ્ધિ પામવા લાગ્યું. ધનના ચાર પ્રકાર હોય છે. (૧) ગણિમ એટલે ગણું શકાય એવું, જેમકે ફલ–પુષ્પ વિગેરે. (૨) ધરિમ એટલે