________________
શ્રી કલ્પસૂત્ર
પર્ષદા એટલે કે મહાવીર પ્રભુની પહેલી દેશનાનું નિષ્ફળ જવું, (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન (૬) ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાને ઉતરવું, (૭) હરિવંશકુળની ઉત્પત્તિ (૮) ચમરેદ્રને ઉત્પાત (૯) એક સમયે એક આઠનું સિદ્ધ થવું અને (૧૦) અસંયતિઓની પૂજા
ગોશાળાને અત્યાચાર, અચ્છેરું પહેલું–શ્રી વીર પ્રભુને છમસ્થ અવસ્થામાં તે ઘણા ઉપસર્ગ થયા છે, પણ જે કેવલી અવસ્થામાં તેના પ્રભાવમાત્રથીજ સર્વ ઉપ શમી જવા જોઈએ તે અવસ્થામાં પણ પિતાના શિષ્યાભાસ ગશાળે ઉપદ્રવ કર્યો. એ આખું વૃતાન્ત આવી રીતે છે–
એક વખત શ્રી વીર પ્રભુ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં સમેસર્યા. તે જ સમયે ગોશાળ પણ “જિન છું” એમ કેને કહેતે, પોતાની પ્રસિદ્ધિ ફેલાવતા તે નગરીમાં આવ્યું. લેકમાં ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તી નગરીમાં એકીવખતે બે જીન વતી રહ્યા છે. આ વાત સાંભળી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે
–“સ્વામીનું પોતાને જીન ઓળખાવનાર આ બીજે કયું છે?” પ્રભુએ ઉત્તર આપ્યો કે --“ૌતમ! એ માણસ જીન નથી, પણ શરવણગામનો રહેવાસી મંજલિ નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કુખે જન્મેલ ગોશાળે છે. ઘણુ ગાયવાળી બ્રાહ્મણની
શાળામાં તે જનમ્યો હોવાથી તેનું નામ ગૌશાળે પડયું છે. મારી છઘસ્થ અવસ્થામાં છ વરસ પર્યત તે મારી સાથે વિચર્યો છે, મહારાજ શિષ્ય તરીકે રહ્યો છે અને મારી પાસેથી કંઈક બહુશ્રત થઈને આજે પોતે પિતાને જીન તરીકે ફગટ એાળખાવે છે.” ભગવંતનું આ વચન સાંભળી ગામના લોકેમાં પણ એ વાત ફેલાઈ ગઈ કે શાળે જીન નથી. આ ખરો ખુલાસે