SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શાણા મહાજનના શ્રેષ્ઠીઓના નવલખા હારમાં એક અત્યંત પાણીદાર તથા મૂલ્યવાન કિંમતી હીરલેા હતા,સ્વ. શેઠશ્રી જમનાભાઈ ભગુભાઇ ગર્ભશ્રીમંત અને ધર્મપરાયણુ જીવન વ્યતીત કરનારા આ મહાનુભાવમાં અભિમાન અથવા દ્વેષભાવના અણસાર પણ ન હતા. સમસ્ત કુટુંબ જૈનધર્મના પવિત્ર આચારો અને ત્રાનુ ગૌરવપૂવ ક અને શ્રદ્ધા સહિત પાલન કરતું હતું. તમામ નિત્ય અને નૈમિત્તિક પર્વો અને ઉત્સવા, પૂજા અને ધ કથા શ્રવણ તેમને માટે જીવનના આધાર સમાન હતા. સ`પત્તિ એ દાન અને ધર્મકા માટે છે તેવુ તેમને સતત જાગૃત ધ્યાન રહેતુ હતુ. પ્રતિદિન સવારે પ્રતિક્રમણ કરતા હતા. પચ્ચક્ખાણવિધિ પૂજા પછી કરવામાં આવતી હતી. સંસારના અનેક મહત્ત્વનાં કાર્યો અને ફરજો તેમ જ ધંધાની જવાબદારીએ હાવા છતાં પ્રભુસેવા-પુજામાં તેમણે કદી પણ ઉતાવળ કરી નથી. નિત્ય નિયમ મુજબ દેવસેવામાં બે કલાકના સમય મુકરર કર્યાં હતા. તેનું પાલન કેવળ વિધિવત્ નહીં પણ સ`પૂર્ણ શ્રદ્ધા સહિત કરતા હતા. એમણે આજીવન સ્વયં પૂજા કરવાને આગ્રહ સેવ્યેા હતા. સ્નાત્રપૂજા પ્રતિનિ ભણાવતા હતા અને રાજ ૧૫ રૂપિયા તેમાં મૂકવાના નિયમ પાળતા હતા. લગભગ અઢી દાયકા સુધી પેાતાના નિવાસમાં થતી ભેાજન સામ્રગીને સર્વ પ્રથમ નવેદ્ય સ્વરૂપે દેરાસરમાં માકલતા રહ્યા હતા. તેમના ગૃહ દેરાસર હરિપુરામાં નિત્ય દર્શનના અખંડ નિયમ તેમણે સાચવ્યા હતા. અણધાર્યા સંજોગામાં આ પ્રતિક્રમણ શકય ન બને તેવી પરિસ્થિતિમાં સામાયિક કરતા હતા. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં દેરાસર જઈને દ્રવ્યદાન કરીને પણ નિત્ય ધાર્મિક વિધિ-વિધાનનું પાલન કરતા હતા. પર્યુષણના મહાપર્વમાં ઉપવાસની પ્રક્રિયા શ્રદ્ધાપૂર્વક કરતા હતા. જ્ઞાન પંચમી, મૌન એકાદશી, કાકી, ચૈત્રી અને અષાડી૧૪ ના દિવસે ઉપવાસ કરતા હતા. રાત્રિ ભાજનના તા તેમણે કેટલાય વર્ષોથી ત્યાગ કર્યાં હતા, તથા ઉકાળેલા પાણી વાપરવાના તેમના આગ્રહ સ્તુત્ય હતેા.
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy