SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. જમનાભાઈ ને સુપાત્રને દાન આપવાને આનંદ હંમેશ માટે તેમના અંતરમાં હતું. ચાતુર્માસ શરૂ થાય તે પહેલાં પરમ પૂજ્ય મહારાજ સાહેબે અને સતી સાધ્વીજીઓ માટેની જરૂરીઆતની ચીજ વસ્તુઓ અગાઉથી ઉપાશ્રયમાં પહોંચાડી વૈયાવચ્ચ કરતા. અમદાવાદ શહેર સિવાય અન્ય ગામમાં પણ તેમની દાનસરિતા હમેશાં વહેતી હતી. ગુરુભક્તિની ભાવના તેમના હૃદયમાં સતત વસેલી હતી. પરમ પૂજ્ય શાંત, ઉદાત્ત, દાન્ત અને ઉપકારી વયેવૃદ્ધ પંન્યાસજી મહારાજ શ્રી જ્ઞાનવિમલજી તથા પંન્યાસજી મહારાજ શ્રી સૌભાગ્યવિમલજી તથા મુનિ મહારાજ શ્રી મુક્તિવિમલજી ઈત્યાદિની સાચા દિલથી તેમણે આરાધના કરી હતી તેમ જ ઉમંગ સહિત સેવા કરેલી હતી. પુણ્ય આત્માઓના કાળધર્મ નિમિત્તે પૂજાઓ અને ઓચ્છવ પ્રસંગે પુષ્કળ દ્રવ્ય તેમણે વાપર્યું હતું. જીણું દેરાસરને ઉદ્ધાર કરાવવા તેમ જ જ્ઞાનપૂજા એ જ પ્રભુ પૂજા એમ આદર્શ રાખીને ભદ્રેશ્વર, કુલપાકજી, ભાંડુક, સમેતશિખરજી રાણકપુર, માતર, ભોંયણ અને પાનસર જેવા તીર્થ સ્થળે જઈને તેઓ દિવાળીના દિવસે ઉજવતા હતા. આ પ્રસંગે આ તીર્થોમાં જે કઈ તકલીફ અથવા ખામી હોય ત્યાં તેમણે અંગત રસ લઈને દાન આપીને તે તમામને દૂર કરવા માટે ઘણું જ સફળ પ્રયત્ન કર્યો હતું. શ્રી ભેયણજીના તીર્થના અસ્તિત્વમાં આવ્યા પછી તેમણે પિતાનો જન્મ નિમિત્તે સ્વામીવાત્સલ્યને જમણવાર શ્રી સંઘને આપતા હતા. દિવાળી જેવા તહેવારની પાર્થિવ ઉજવણીને બદલે ભગવાન મહાવીરના નિર્વાણદિને ધર્મારાધન કરતા હતા. તે માટે પ્રતિવર્ષ દિવાળીના દિવસેમાં બહારગામના અનેક પવિત્ર તીર્થમાં દેવના સાન્નિધ્યમાં પસાર કરતા હતા. | શ્રી લેંયણીજીના તીર્થ પહેલાં માતરના તીર્થમાં પુનરચના માટે ઘણું જ દ્રવ્ય દાનમાં આપીને તેને ઉદ્ધાર કર્યો હતો. ગુજરાતના ઉત્તરમાં આવેલા અંબાજીના ધામમાં શ્રી નેમિનાથ ભગવાનના
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy