SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ વિચાર નવમો – વલયાકાર પર્વતોનો વિચાર વિચાર નવમો - માનુષોત્તર પર્વત - કુંડલ પર્વત - રુચક પર્વત - આ ત્રણ વલયાકાર પર્વતોનો વિચાર માનુષોત્તર પર્વત - કાળોદધિસમુદ્ર પછી ૧૬ લાખ યોજન પહોળો વલયાકાર પુષ્કરવદ્વીપ છે. તેના બે વિભાગ છે - અત્યંતર અર્ધભાગ અને બાહ્ય અર્ધભાગ. તેના બાહ્ય અર્ધભાગમાં માનુષોત્તર પર્વત છે. તે બેઠેલા સિંહના આકારનો છે, એટલે કે આગળથી ભીંત જેવો સપાટ છે અને પાછળથી ક્રમશઃ ઘટતો ત્રાંસો છે. તે અડધા યવના આકારનો કે યવના અડધા ઢગલાના આકારનો છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. તે ૫૦ યોજન લાંબા, ૨૫ યોજન પહોળા અને ૩૬ યોજન ઊંચા છે. માનુષોત્તર પર્વત ૧,૭૨૧ યોજન ઊંચો છે, ૪૩૦ યોજન ૧ ગાઉ ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, મધ્યમાં ૭૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે. કુંડલ પર્વત - જંબુદ્રીપથી ૧૧ મો (મતાંતરે ૧૩ મો) કુંડલદ્વીપ છે. તેના બહારના અર્ધભાગમાં વલયાકાર કુંડલ પર્વત છે. તે ૪૨,૦૦૦ યોજન ઊંચો છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, વચ્ચે ૭૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે. કુંડલ પર્વતની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. તે ૧૦૦ યોજન લાંબા છે, ૫૦ યોજન પહોળા છે અને ૭૨ યોજન ઊંચા છે. રુચક પર્વત - જંબુદ્રીપથી ૧૩ મો (મતાંતરે ૧૮ મો) રુચીપ છે. તેના બહા૨ના અર્ધભાગમાં વલયાકાર રુચક પર્વત છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧૦,૦૨૨ યોજન પહોળો છે, મધ્યમાં ૭,૦૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪,૦૨૪ યોજન પહોળો છે. રુચક પર્વતની ઉપરની ૪,૦૨૪ યોજનની પહોળાઈના ચાર ભાગ કરવા. તે દરેક ભાગ ૧,૦૦૬ યોજન પહોળો છે. બીજા ભાગમાં ચારે દિશામાં ૧-૧ ફૂટ છે. ચોથા ભાગમાં
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy