SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, ખેચરના ગર્ભજસંમૂકિમ એમ બે-બે ભેદો છે. એટલે ૫ X ૨ = ૧૦. આ ૧૦ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૧૦ × ૨ = ૨૦. તિર્યંચના ભેદો મનુષ્યના ૩૦૩ ભેદ જીવો સ્થાવર વિકલેન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ ભેદ ૧૨ ૬ ૨૦ કુલ ૪૮ (ii) મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે – ૫ ભરતક્ષેત્ર, ૫ ઐરવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર - આ ૧૫ કર્મભૂમિ છે. ૫ હિમવંતક્ષેત્ર, ૫ હિરણ્યવંતક્ષેત્ર, ૫ હરિવર્ષક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ - આ ૩૦ અકર્મભૂમિ છે. લઘુહિમવંતપર્વત અને શિખરીપર્વત ના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડામાંથી લવણસમુદ્રમાં દાઢ આકારના ભૂમિના બે-બે ટુકડા નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક ઉપર ૭ અંતરદ્વીપો છે. કુલ ૮ X ૭ = ૫૬ અંતરદ્વીપો છે. આમ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ સ્થાન થયા. આ ૧૦૧ સ્થાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યો પણ ૧૦૧ પ્રકારના છે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy