SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિદુક્કડના પ્રમાણનો વિચાર વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર - (૧) જીવોના પ૬૩ ભેદ - (1) નારકીના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે - નરક ૭ છે – રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, તમતમ પ્રભા આ ૭ નરકના નારકીઓના પર્યાપ્તા – અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૭ ૮ ૨ = ૧૪ ભેદ થયા. (i) તિર્યંચના ૪૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) સ્થાવરના ૨૨ ભેદ છે. તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ-બાબર એમ બે-બે ભેદો છે. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. એટલે ૫ X ૨ = ૧૦, ૧૦ + ૧ = ૧૧. આ ૧૧ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૧૧ X ૨ = ૨૨. (b) વિકલેન્દ્રિયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે – બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે બે ભેદો છે. એટલે ૩૪ ૨ = ૬. (c) પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદ છે. તે આ પ્રમાણે –
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy