SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રાસ્તાવિક ગતાનુગતિક ધર્મ કરતો નથી તથા તેવા આત્માની સ્થિતિ અને વિચારધારાને રજુ કરીને મોક્ષમાર્ગરૂપ ધર્મના વિષયમાં આગમનું પ્રમાણ જ માન્ય રાખી શકાય એમ જણાવ્યું છે. (ગાથા-૯૮ થી ૧૦૫) ગૃહસ્થલિંગ, ચરકાદિ કુલિંગ અને પાસત્થા આદિ દ્રવ્યલિંગને સંસારનો માર્ગ તથા સુસાધુ, સુશ્રાવક અને સંવિજ્ઞપાક્ષિકને મોક્ષમાર્ગ કહ્યો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને ઉન્માર્ગ જણાવીને સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા કરી છે તથા સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ કર્યું છે. (ગાથા-૧૦૬ થી ૧૧૦) ત્યાર બાદ આંતરશત્રુઓની વિષમતા જણાવીને તેનાથી બચવા માટે શ્રાવકે કેવી કેવી ભાવનાઓ કરવી જોઈએ તે જણાવીને માર્ગતત્ત્વનું નિરૂપણ પૂરું કર્યું છે. (ગાથા-૧૧૧ થી ૧૧૪) સાધુતત્વ : ચોથા સાધુતત્ત્વને સમજાવતાં વયછ ગાથાના આધારે સાધુપણામાં લાગતા અતિચારો રૂ૫ અઢાર દોષો વર્ણવી સાધુ તે દોષોના ત્યાગી હોય તેમ જણાવ્યું છે. સાધુના જીવનનિર્વાહ માટે આવશ્યક આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ કેવાં હોવાં જોઈએ તે જણાવવા બેંતાળીશ દોષોનું પણ વર્ણન કર્યું છે. તે ભિક્ષાને ગ્રહણ કરવા માટેના ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જણાવીને ક્યારે અને કઈ રીતે કયા આત્માએ ઉત્સર્ગનો કે અપવાદનો આશ્રય કરવો ઈત્યાદિ વાતોને સારી રીતે ચર્ચવામાં આવી છે. સાધુ કોણ તથા અસાધુ કોણ ? વંદનીક કોણ અને અવંદનીક કોણ ? વગેરે વાતો ઉપર પણ પૂરો પ્રકાશ પાડ્યો છે. (ગાથા-૧૧૫ થી ૧૪૦) ત્યાર બાદ આચાર્યની યોગ્યતાને જણાવનારા આચાર્યના છત્રીશ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં એક વસ્તુ જાણવી જરૂરી છે કે કેવા ગુણોથી યુક્ત ગુરુ શાસ્ત્રોના રહસ્યોને સમજાવવાનો અધિકારી છે ? આચાર્યપદ કોને આપી શકાય ? અપાત્રમાં આચાર્યપદ પ્રદાન કરનાર તથા પરીક્ષા કર્યા વિના જ અપાત્રને ધર્મ આપનારા ગુરુ કઈ કોટીમાં ગણાય ? ઈત્યાદિ વાતો જણાવીને સુગરુના ઉપકારોનું વર્ણન કર્યું છે. ત્યાર પછી પાંચ પ્રકારના ચારિત્રી, તેમનાં ભક્તિ-બહુમાન કેવી રીતે કરવાં ?, વર્તમાનમાં પણ ચારિત્ર ધર્મનું અસ્તિત્વ છે', જે કોઈ તેનો નિષેધ કરે તેને શ્રમણસંઘ બહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, અમુક ગુણો ન હોય એટલા માત્રથી ગુરુપણું નથી એમ માનવું અનુચિત છે, વર્તમાનકાળમાં પણ ઉત્તમ ચારિત્રી સાધુઓ વિદ્યમાન છે.” ઈત્યાદિ જણાવીને પાંચ પ્રકારના પાસત્યાદિ અવંદનીક સાધુનું વર્ણન કર્યું છે, તથા પરંપરાનું સ્વરૂપ બતાવીને પરંપરાને નામે આંધળી દોટ ન મૂકતાં તેનો વિવેક કરવાનો ઉપદેશ આપ્યો છે. આજ્ઞાભ્રષ્ટ સાધુઓ સાથે કોણે ક્યા સંયોગોમાં કેવો વ્યવહાર કરવો, તે દર્શાવીને ઉત્સર્ગ અને અપવાદનું સુંદર વિવેચન કર્યું છે, અંતે ઉપસંહારમાં હિતશિક્ષા આપતાં જણાવ્યું કે, “વર્તમાનમાં અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને તેમની કર્મ પરતંત્રતાને વિચારવી અને શુભ આચરણ કરનારા જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાન ભાવ ધારણ કરવો” એટલું કહીને સાધુતત્ત્વ નામનું ચતુર્થ તત્ત્વ સમાપ્ત કર્યું છે. તત્ત્વતત્વ : પાંચમા નવતત્ત્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરતાં જીવાદિનવતત્ત્વો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જીવતત્ત્વના
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy