SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક કરવાનું મન થાય છે, તેવા સાધુને પરમાર્થથી મુક્તિમાર્ગનું જ્ઞાન જ નથી, એમ કહી શકાય. (ગાથા-૬૯ થી ૮) આ વિષયનું નિરૂપણ કરતાં પ્રસ્તુતગ્રંથની પ્રસ્તુતવૃત્તિમાં પોતાના પર્ણમયક ગચ્છની સ્વરસવાહી માન્યતાને અનુસરીને જિનપૂજારૂપ દ્રવ્યસ્તવને સાવદ્યરૂપે ઉલ્લેખ્યો છે. જેનું પ્રવચનપરીક્ષાના ત્રીજા વિશ્રામમાં વિગતવાર ખંડન કરીને જિનપૂજા એ સાવદ્ય નથી પણ નિરવદ્ય છે. તેમજ જિનપૂજા નિરવ હોવા છતાં પણ સાધુ માટે શા માટે અકરણીય છે અને સાધુ માટે સ્વયં અકરણીય હોવા છતાં પણ અન્યો પાસે ઉપદેશ પ્રદાનાદિ દ્વારા કારાપણીય (કરાવવા યોગ્ય) છે. તેમજ એની અનુમોદના અવશ્ય કરવા યોગ્ય છે વગેરે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સંદર્ભમાં પ્રતિમાશતકમાં પણ વિસ્તારથી વર્ણન પ્રાપ્ત થાય છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મહાનિશીથાદિ આગમ ગ્રંથો તેમજ પ્રતિમાશતક, પ્રવચન પરીક્ષા, પ્રશ્ન પદ્ધતિ અને દર્શનશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રંથોમાં સાધુ ભગવંતો દ્વારા પરમાત્મ-પ્રતિમાની દ્રવ્ય પૂજાનો નિષેધ જણાવનારા પાઠોનો ઉપયોગ પોતાની માનેલી કપોલ કલ્પિત માન્યતાને પુષ્ટ કરવા કેટલાક સ્થળેથી થતો જણાયો છે. આ પાઠો સાધુ ભગવંતોની નવાંગી કે એકાંગી ગુરુપૂજાના જરા પણ બાધક નથી. શ્રાવકો દ્વારા સાધુભગવંતોની દ્રવ્યપૂજા વિવિધ દ્રવ્યોથી જરૂર થઈ શકે છે. આ પાઠોમાં તો સાધુ ભગવંતોએ પોતે પરમાત્માની પ્રતિમાની દ્રવ્યપૂજા નહિ કરવાની જ વાત છે. શાસ્ત્રોમાં આવતાં અપવાદિક વિધાનોને આગળ કરીને દ્રવ્યસ્તવની પુષ્ટિ કરવા ઈચ્છતા સાધુઓને પણ સારી રીતે સમજાવીને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવના વિષયનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે, “જે આત્મા તપ અને સંયમમાં ઉદ્યમશીલ હોય તે આત્મા જ ચૈત્ય, કુલ, ગણ , સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રુતના વિષયમાં જે સમયે જે કાર્ય ઉચિત હોય તે સમયે તે કાર્ય કરવાનો અધિકારી છે, પણ બીજો નહિ.” એમ જણાવીને જે કોઈ શિથિલ હોય તે પોતાની શિથિલતાને ધર્મના ઓઠા નીચે છુપાવવા ઈચ્છતો હોય તો તેને આ પ્રમાણે સન્માર્ગ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. (ગાથા-૮૫ થી ૮૮) કેટલાક ભવાભિનંદી આત્માઓ “શ્રાવકો સમક્ષ સૂક્ષ્મ પદાર્થોનું કથન ન થાય” તેમ જે જણાવે છે, તે વાત કેટલી નિર્બળ અને અનુચિત છે, તેને શ્રી ભગવતી સૂત્રનો પાઠ આપીને સ્પષ્ટ કર્યું છે. (ગાથા-૮૯ થી ૯૨) સન્માર્ગને સમજવા આવેલ ભદ્રિક પરિણામી આત્માઓને શિથિલાચારમાં આસક્ત થઈને ઉન્માર્ગ સમજાવનારા સાધુઓને દુર્ગતિમાં પડતા બચાવવા સાચી હિતશિક્ષા આપી છે. (ગાથા-૯૩ થી ૯૯). ગાથા-૯૭માં કહ્યું છે કે, ધર્મોપદેશક, ધર્મની દેશના અને ધર્મશ્રોતા બે બે પ્રકારના હોય છે. દ્વિવિધ ધર્મોપદેશ : ૧ - પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ તથા ૨ - પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી હોય છે. દ્વિવિધ ધર્મદેશક - ધર્મ દેશના કરનારા પણ બે પ્રકારના હોય છે : ૧ - પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ ઉપદેશ આપનારા અને ૨ – પ્રારંભમાં કડવો તથા પરિણામે હિતકારી ઉપદેશ આપનારા. શ્રોતા પણ આ પ્રમાણે બે પ્રકારના હોય છે : ૧- પ્રારંભમાં મધુર અને પરિણામે ભયંકર ઉપદેશ સાંભળનારા ૨ - પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી ઉપદેશ સાંભળનારા. પહેલા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રોતાઓ ઘણા હોય છે, જ્યારે બીજા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રોતાઓ હંમેશા વિરલ હોય છે. આ વિષમ પરિસ્થિતિનો ચિતાર આજે પણ વિશ્વમાં સ્પષ્ટ દેખાય છે. (ગાથા-૯૭) આ પછી સદુપદેશક ગુરુઓની ઉપકારકતા વર્ણવીને વિશેષજ્ઞ ધર્માત્મા કદી પણ ગાડરિયા પ્રવાહની જેમ
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy