SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક વર્ણનમાં જીવના નવ, ચૌદ અને બત્રીશ પ્રકારો, જીવોની આકૃતિ, ઈન્દ્રિયોની શક્તિ, દશ પ્રાણ, છે પર્યાપ્તિ, જીવોનો આહાર, જીવોની સંખ્યા, છ વેશ્યા, ચારિત્ર, યોનિ, યોગ, ઉપયોગ, ચૌદ ગુણસ્થાનક, માર્ગણા આદિ વિષયોને સ્પષ્ટ કર્યા છે. બાકીના આઠ તત્ત્વોને સંક્ષેપમાં વર્ણવીને સમ્યકત્વ, મિથ્યાત્વ, મિથ્યાત્વની હાજરીમાં જીવની અવસ્થા, સમ્યગ્દર્શનનો મહિમા, સમ્યગ્દર્શનને પામવાની યોગ્યતા અને સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ જણાવીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તો મુક્તિ પામી શકતો નથી. (ગાથા ૨૦૭ થી ૨૧૨) આ પછી ચરણસિત્તરી અને કરણસિત્તરી દર્શાવીને, જ્ઞાનગુણ, તપગુણ અને સંયમ ગુણનું મહત્ત્વ દર્શાવીને તેની મોક્ષ-કારણતા દર્શાવી છે. (ગાથા ૨૦૩ થી ૨૬૫) છેલ્લે ગ્રંથકારશ્રીએ પોતાનો નામોલ્લેખ કરીને ગ્રંથરચનાનો હેતુ દર્શાવીને આ ગ્રંથમાં મેં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓનો સંગ્રહ કર્યો છે, તેમ જણાવીને ગ્રંથનાં સાત નામો જણાવ્યાં છે અને ગ્રંથનો મહિમા ગાયો છે. પ્રાન્ત ભવ્યાત્માઓને આ દર્શનશુદ્ધિપ્રકરણ ગ્રંથને ભણવાનો, સાંભળવાનો, જાણવાનો અને તદનુસાર ધર્માનુષ્ઠાન કરવાનો ઉપદેશ આપીને તેમને શાશ્વત સુખના ભોક્તા બનવાના આશીર્વાદ આપ્યા છે અને વૃત્તિકાર પૂ.આ. શ્રી તિલકસૂરિ મહારાજે અંતિમગાથાના “દંતુ સિવસુદ સાયં તિ' પદની વ્યાખ્યા કરતાં “મન્તાં શિવસુવું શાશ્વતં તિ, તર્થત્વીત્સર્વાનુષ્ઠાનાનાપતિ ” ઝટ શાશ્વત શિવસુખને પામો કારણ કે સઘળાય અનુષ્ઠાનો મોક્ષને માટે છે. એમ જણાવી મોક્ષ માટે જ વિહિત કરેલાં ધર્માનુષ્ઠાનોને સંસારની વાસનાને પુષ્ટ કરવા પ્રયોજવાનો ઉપદેશ આપનારા ધર્મોપદેશકોને ચીમકી આપી છે.
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy