SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ * योगिसुखविमर्शः 88 ૧૬૮ स्वास्थ्यसुखं न वेत्ति। लब्धे मन:स्वास्थ्यसुखैकलेशे त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा ।।३३।। न देवराजस्य न चक्रवर्तिनस्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥३४॥ <- इत्युक्तम् । भागवतेऽपि → सन्तुष्टस्य निरीहस्य स्वात्मारामस्य यत् सुखम् । कुतस्तत्कामलोभेन ધાવતોડર્ઘટ્ટી વિરાટ | – (૭/૧/૬) ત્યવતમ્ હિરપુરાળs -> થર જામસુર્વ સ્ત્રો ય રિવ્યું મહત્ સુરમ્ વૃક્ષાસુરવચૈતન્ ઝાં નાતિ છોડરમ્ II – (૬૭/૨૨-૨૪) રૂત્યુમ્ | योगसारेऽपि -> प्रशान्तस्य निरीहस्य सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापरा: ? ॥ (४/२६) नोपेन्द्रस्य न चेन्द्रस्य तत्सुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति વસુરવમ્ II – (૩/૭) રૂત્યુતમ્ | મધ્યાત્મવિ મા > તળું તત્ત્વ સતતfમઃમુદતરस्फुरत्तेज:पुञ्जप्रदलितदृढाविद्यममलम् । यदास्वादाद् भान्ति त्रिदशपतिचक्रित्वपदवीसुखास्वादाः क्षारोदकवदमृताग्रे ध्रुवममी ।। <-(४/११) इत्येवमात्मतत्त्वरत्यनुभावो दर्शितः । तदुक्तं भगवद्गीतायामपि → प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् । उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ।। <- (६/२) इति । इदञ्च प्रतिबन्धकाभावोपदर्शनेन सुखलाभनिरूपणमवगन्तव्यम् । तदुक्तं प्रशमरतौ अपि -> यत्सर्वविषयकाङ्क्षोद्भवं सुखं प्राप्यते सरागेण । तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ॥१२५।। प्रशमितवेदकषायस्य हास्य(સ્વસ્થ રહેવાથી = આત્મસ્થ રહેવાથી પ્રાપ્ત થતા સુખને) જાણતું નથી. જે મનની = ભાવમનની = આત્માની સ્વસ્થતાથી પ્રાપ્ત થતા સુખનો એક વાર લેશ પણ અનુભવ થાય તો ત્રણ લોકના રાજ્ય વૈભવની પણ ઈચ્છા થતી નથી. હું માનું છું કે રાગી એવા ઈન્દ્ર કે ચક્રવર્તિને પણ તે સુખ નથી કે જે સુખ વીતરાગી કે સદા આત્મનિષ્ઠ એવા મુનિના ચિત્તમાં સ્થિરતાને પામ્યું છે. - ભાગવતમાં પણ બતાવેલ છે કે > સંતુટ, નિસ્પૃહ અને પોતાના આત્મામાં રમણ કરનાર યોગીને જે સુખ હોય છે તે સુખ કામવાસનાથી અને લોભથી, ધનની આશાથી ચારે દિશામાં દોડધામ કરનારા જીવોને ક્યાંથી હોય ? <–લિંગપુરાણમાં પણ જણાવેલ છે કે – લોકમાં જે કામસુખ છે અને જે દિવ્ય મોટું સુખ છે તે સુખ તૃષણક્ષયજન્ય સુખની સોળમી કળા જેટલી પણ બરોબરી કરી શકે તેમ નથી. અર્થાત પૌદ્ગલિક સુખમાં આત્મસુખની રતિભાર પણ સમાનતા નથી. – યોગસાર ગ્રંથમાં પણ દર્શાવેલ છે કે – પ્રશાંત, નિસ્પૃહ, સહજાનંદી એવા યોગીની પાસે ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે. બીજાની તો શું વાત કરવી ? ઈન્દ્ર, ઉપેન્દ્ર કે ચક્રવર્તિને તે સુખ નથી કે જે સુખ સમતાના અમૃતમાં મગ્ન થયેલા યોગી પ્રાપ્ત કરે છે. <– અધ્યાત્મબિંદુમાં પણ > અત્યંત ઉત્કટ ન તેજના પુંજ (જ્ઞાનધારા) દ્વારા દૃઢ અવિદ્યાનો નાશ કરનાર અને નિર્મળ એવા તે તત્ત્વને સતત શોધવા-પામવા પ્રયત્ન કરવો જોઈએ, કે જેના આસ્વાદથી ઈંદ્રપણાની કે ચક્રવર્તિપણાના સુખના આસ્વાદો નિયમા અમૃતની આગળ ખારા પાણી જેવા લાગે. <–આ પ્રમાણે આત્મતત્ત્વના આનંદનો પ્રભાવ જણાવેલ છે. ભગવદગીતામાં પણ જણાવેલ છે કે – પ્રશાન્ત મનવાળા, શાન્તરોગુણવાળા, પાપરહિત અને બ્રહ્માસ્વરૂપ થયેલા યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. <– આ નિરૂપણ પ્રતિબંધકના અભાવને બતાવવા દ્વારા સુખની પ્રાપ્તિવિષયક જણવું. આ જ રીતે પ્રશમરતિ પ્રકરણમાં પણ જણાવેલ છે કે > સર્વ વિષયોની આકાંક્ષાથી ઉત્પન્ન થયેલ જે સુખ રાગી વ્યક્તિ પ્રાપ્ત કરે છે તેના કરતાં અનંત-કરોડોગણું સુખ વિરાગી મુનિ આકાંક્ષા વિના જ પ્રાપ્ત કરે છે. વેદ અને કષાય જેના શાંત થયા હોય તથા હાસ્ય, રતિ, અરતિ, શોકથી શૂન્ય, ભય અને જુગુપ્સાથી પરાભવ નહિ પામેલ એવા મુનિને જે સુખ હોય તે બીજાને ક્યાંથી હોય ?
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy