SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 8 अभिसमन्वागतविषयविचारः અધ્યાત્મોપનિષદ્ઘકરણ-૨/૮ रत्यरतिशोकनिभृतस्य । भयकुत्सानिरभिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ? || १२६ || नैवाऽस्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य || १२८ || <- इति । ततश्चाऽऽत्मज्ञानरतिसुधास्वादपरतया भाव्यमित्युपदेशः ||२ / ७॥ ૧૬૯ आस्वादितात्मज्ञानरतिमेव विशेषरूपेण निर्दिशति' सतत्त्वे 'ति । सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । आत्मवान् ज्ञानवान् वेद-धर्मवान् ब्रह्मवांश्च सः ॥८॥ यस्य सतत्त्वचिन्तया → तानेवार्थान् द्विषतः तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किञ्चिदिष्टं वा ।।५२ ॥ - इति प्रशमरतिप्रभृतिवचनात् स्वरूपचिन्तनेन इमे = समस्तप्राणिगणेन्द्रियप- वृत्तिविषयीभूताः शब्द-रूप-रस- गन्ध-स्पर्शलक्षणा विषया मनोज्ञेतरभेदभिन्ना अभिसमन्वागताः इत्याभिमुख्येन सम्यक् इष्टानिष्टावधारणतया अनु = शब्दादिस्वरूपावगमात् पश्चात् आगताः = यथार्थस्व નિઃ भावेन परिच्छिन्नाः । अयं भावः ज्ञपरिज्ञया शब्दादिविषया ज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च प्रत्याख्याताः રાજાઓના રાજાને કે દેવોના રાજાને તે સુખ નથી જ મળતું કે જે સુખ આ જ લોકમાં લોકવ્યાપારથી રહિત = લોકસંજ્ઞાશૂન્ય એવા સાધુની પાસે હોય છે. માટે લોકોને ખુશ કરવાના બદલે આત્મજ્ઞાનના આનંદરૂપી અમૃતનો આસ્વાદ કરવામાં તત્પર થવું - એવો ઉપદેશ આ શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. (૨/૭) જેણે આત્માના જ્ઞાનાનંદનો આસ્વાદ કરેલો છે તેવા મુનિને ગ્રંથકારશ્રી વિશેષરૂપે જણાવે છે. શ્લોકાર્થ :- સ્વરૂપવિચારણાથી જેને આ વિષયો અભિસમન્વાગત થયેલા છે તે જ આત્મવાન, જ્ઞાનવાન, આગમવાન, ધર્મવાન અને બ્રહ્મવાન છે. (૨/૮) આત્મવાન-જ્ઞાનવાન-બ્રહ્મવાનને ઓળખો ઢીકાર્ય :- → તે જ વિષયો ઉપર જીવ ક્યારેક દ્વેષ કરે છે અને તે જ વિષયોમાં જીવ રાગથી ગળાડૂબ થઈ જાય છે. તેથી ખરેખર, નિશ્ચયથી તો કોઈ પણ વિષય ઈષ્ટ કે અનિષ્ટ નથી જ. <—આ પ્રમાણે પ્રશમરતિ વગેરેના વચનોથી વિષયોનું સ્વરૂપ ચિંતન કરવા દ્વારા સમસ્ત પ્રાણીગણની ઈન્દ્રિયોની પ્રવૃત્તિના વિષયીભૂત શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સ્વરૂપ સારા-નરસા વિષયો જે મુનિને અભિસમન્વાગત થયેલા છે તે જ આત્મવાન છે. અભિ + સમ્ + અનુ + આગત = અભિસમન્વાગત. અભિ સામે ચાલીને, સમ્ સારી રીતે ઈષ્ટ-અનિષ્ટ અવધારણ રૂપે, અનુ પશ્ચાત્ શબ્દાદિના સ્વરૂપને જાણ્યા બાદ, આગત = યથાર્થરૂપે નિશ્ચિત કરેલા = અભિસમન્વાગત. અર્થાત્ સામે ચાલીને આવેલા શબ્દાદિ વિષયોના સ્વરૂપમાં ઈષ્ટપણા કે અનિષ્ટપણાનું અવધારણ કર્યા પછી ‘‘વાસ્તવમાં તે ઈષ્ટતા કે અનિષ્ટતાથી રહિત છે.’” આ પ્રમાણે યથાર્થ સ્વભાવથી નિર્ણીત થયેલા શબ્દાદિ વિષયો તે અભિસમન્વાગત વિષયો. દા.ત. પૂર્વે ઈષ્ટરૂપે જાણેલા ધન, પત્ની, પરિવાર વગેરે અને અનિષ્ટરૂપે જાણેલા રોગ, શત્રુ વગેરે વિષયો દીક્ષા લીધા બાદ મુનિપણામાં સમાન રૂપે - રાગદ્વેષરહિતપણે ભાસે છે. જ્ઞ- પરિક્ષાથી શબ્દાદિ વિષયોને યથાર્થ સ્વરૂપે રાગદ્વેષઅજનકરૂપે જાણીનિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મુનિ તેનો ત્યાગ કરે છે. અર્થાત્ ઈષ્ટ-અનિષ્ટ વિષયો પ્રત્યે ઉદાસીન બને છે. તેથી તે મુનિ માટે વિષયો અભિસમન્વાગત થયા કહેવાય. —> શબ્દમાં આસક્ત થયેલ હરણ, સ્પર્શમાં ૬. મુદ્રિતપુસ્તò ‘સત્તત્ત્વ...'રૂતિ પા:। = = = = = =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy