SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અધ્યાત્મોપનિષત્પકરણ વ્યાખ્યાકારના બે શબ્દ પ્રસ્તુત ગ્રન્થના વિષયો ઉપર વિદ્વાન્ મુનિશ્રી ઉદયવલ્લભવિજયજી દ્વારા પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં તેમ જ ઉપસ્થિત દ્વિતીય ભાગમાં પણ "અધ્યાત્મ ઉપનિષનો પ્રસાદ" હેડીંગવાળા લેખમાં પૂજ્ય વિદ્યાગુરુદેવ પંન્યાસપ્રવરશ્રી જયસુંદરવિજયજી મહારાજ દ્વારા પર્યાપ્ત પ્રકાશ પાથરવામાં આવેલ છે. આથી આ ગ્રન્થની બાબતમાં કશું કહેવાના બદલે મારા વિશે જ બે શબ્દ કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. રસ્તે ચાલતા યાચકને કોઈક પરોપકારી સજ્જન સામે ચાલીને લોટરીની ટીકીટ આપે અને એકાએક તે લોટરી લાગી જાય તેવો જ ચમત્કાર મારા જીવનમાં અનુભવાયો છે. દમણ જૈનસંધમાં શ્રાદ્ધવર્ય કેશરીચંદભાઈ, ભાણાભાઈ વગેરેની જવાબદારી હેઠળ, પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી (તે વખતે હેમચન્દ્રવિજયજી ગણી) મહારાજના વરદ હસ્તે મને ખાનગી દીક્ષા મળી. પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી સ્વ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય ગુરુદેવશ્રી વિશ્વલ્યાણવિજયજી મહારાજની પાવન નિશ્રામાં મારું ઘડતર શરૂ થયું.પરોપકારી પ.પૂ.પં.શ્રી અભયશેખરવિજયજી ગણિવર, પ.પૂ. મુનિરાજશ્રી અજિતશેખર વિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજના શ્રીમુખેથી સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, પ્રકરણગ્રન્થો, પ્રારંભિક નવ્યન્યાયનો અભ્યાસ થયો. પરાર્થવ્યસની પ.પૂ.સિદ્ધાન્તદિવાકર, આ.શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના શ્રીમુખેથી લોકપ્રકાશ, કમ્મપયડી, આગમ, ધવલા વગેરે ગ્રન્થોનો અભ્યાસ થયો. તેઓશ્રીની પાવન પ્રેરણાથી જ પ.પૂ.પં.વિદ્યાગુરુદેવશ્રી જયસુંદરવિજયજી મહારાજ પાસે નવ્ય ન્યાયના તત્ત્વચિંતામણિ વગેરે જટિલ ગ્રન્થોનો અને મૈથિલ પંડિતવર્યશ્રી હરિનારાયણમિશ્ર પાસે પદર્શનના પ્રાચીન ગ્રન્થોનો અભ્યાસ થયો. આ બધા ઉપકારીઓએ પોતાની સ્વયંવરા કૃપાનદીમાં મને નિઃસ્વાર્થભાવે નિમજ્જન કરાવ્યું અને મારા સંયમજીવનમાં કોઈ કચાશ ન રહી જાય તેની પૂરેપૂરી કાળજી, ધગશ રાખી. સંયમશિલ્પી પૂજ્યપાદ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ અને શ્રુતશિલ્પી વિદ્યાગુરુદેવ પં.પૂ.૫. શ્રી જયસુંદરવિજયજી મહારાજે લોહીનું પાણી કરીને, મારી અનેકાનેક ભૂલોને ગણકાર્યા વિના, વિશેષ રીતે અનોખી ઢબે કરુણાથી મોક્ષમાર્ગનો અનુભવ કરાવી મારા જીવનમાં શાસ્ત્રો અને સંયમની મૌલિક રંગોળી રચી; ટીકાગ્રન્થો, વ્યાખ્યાગ્રન્થો રચવાની પ્રેરણા અને હિંમત આપી. મારે તો શૂન્યમાં સર્જન થયું, જંગલમાં મંગલ થયું, અમાસની રાતે પુનમની ચાંદની મળી. મને આ પૂજ્યોએ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy