SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ જે આપ્યું તેને જ મેં ટીકાગ્રન્થ-વ્યાખ્યાગ્રન્થરૂપે શબ્દદેહ આપવાનું શરૂ કર્યું. મને પૂજ્યોએ જે જ્ઞાનવારસો આપ્યો તેને શબ્દદેહ આપવામાં મારા દ્વારા કોઈ ક્ષતિ ન જાય તે માટે પરમપૂજય આ.શ્રી. વિજય જગશ્ચંદ્રસૂરીશ્વરજી મ., પ.પૂ.પં. વિદ્યાગુરુદેવશ્રી જયસુંદરવિજયજી ગણિવર, પ.પૂ.પાર્થરસિક પંન્યાસપ્રવરશ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર, સહૃદયી વિદ્વાન પૂ. યશોરત્નવિજયજી ગણિવર્યશ્રી વગેરેએ ઉદારતાથી અમૂલ્ય સમય ફાળવી, સૂક્ષ્મ દૃષ્ટિથી ભાષારહસ્ય, સ્યાદ્વાદરહસ્ય, ષોડશક, અધ્યાત્મ ઉપનિષદ્ વગેરે ગ્રન્થો ઉપરની સંસ્કૃતહિન્દી-ગુજરાતી વ્યાખ્યાઓનું સંશોધન - પરિમાર્જન કરી આપવાની કૃપા દર્શાવી. તેના ફળરૂપે ઉપરોક્ત સાહિત્ય અધ્યેતા મુમુક્ષુવર્ગ સન્મુખ ઉપસ્થિત થયેલ છે. પ્રસ્તુત સાહિત્યપ્રકાશના ઉદ્દભવમાં પાવર હાઉસના સ્થાને ઉપરોક્ત વડીલોની નિઃસ્વાર્થ કૃપાદૃષ્ટિ-અમીદૃષ્ટિ છે, હું તો માત્ર વિદ્યુતવાહક વાયરના સ્થાને છું.જે કાંઈ શ્રુતસર્જન, સાહિત્યસેવા મારા દ્વારા થયેલ છે તેમાં સંપૂર્ણપણે યશના અધિકારી આ પૂજ્યો જ છે. તેઓશ્રીની એકમાત્ર કૃપાથી જ આ કલમ અવિરતપણે ચાલી રહેલી છે. આ ઉપકારીઓએ હાથ ઝાલી પોતાની નિઃસ્વાર્થ, શીતળ, પાવન કૃપાનદીમાં મને ડૂબકી લગાવવાની ઉદારતા બતાવી ન હોત તો ? .... આ વિચાર કરતાં પણ કંપારી છૂટે છે. પ્રાન્ત, ઉપરોક્ત શાસ્ત્રસેવાથી જે વિશુદ્ધ પુણ્ય ઊભું થયેલ હોય તેનાથી આ ઉપકારી ગુરુદેવો, વડીલોની કૃપાદૃષ્ટિ-અમીદ્રષ્ટિ પામવાની યોગ્યતા પરિપૂર્ણપણે વિકસે તેવી સામગ્રી, સંયોગ અને તેનો ઉત્સાહથી સદુપયોગ કરવાની સબુદ્ધિ મળે તેવી પ્રાર્થના ઉપકારી ગુરુદેવ, વડીલ સંયમીઓના ચરણોમાં કરી વિરમું છું. તરણતારણહાર ક્નિાશા વિરુદ્ધ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડમ્” ઝ - ગુરુપાદપઘરેણુ યશોવિજય વિ.સં. ૨૦૫૪, મહા.વદ.૭. પ્રભાસપાટણ.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy