SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ થિતું ચિંતન, જ્યારે કોઈ ધન્ય પળે શુદ્ધ આત્મતત્ત્વની ૨સ્પર્શનારૂપ સંવેદનમાં પરિણમી) જાય અને આત્મભિક્ષા કશાનું ભાન જ ન રહે ત્યારે એવી ઉચ દશામાં કોઈ ઘણના ઘા મારે કે પુષ્પોથી પૂજા કરે, બંનેમાં સમભાવ તેવોને તેવો ટકી ૨હે છે. આવા ઉચ્ચ સમભાવની શિક્તિ માટે સાધકે ક્રોધાદિ કષાયોથી અત્યંત સાવધ ૨હેવાની જરૂર હોય છે. શ્રેષ્ઠ સમભાવના આદર્શરૂપે ગ્રન્થકારે અહીં દમદન્તમુનિ, નમરાજર્ષિ, ખંધકજ્રેના શિષ્યો, મેતાર્યમુનિ, ગજસુકુમાળમુનિ, અગ્નિકાપુત્ર આચાર્ય, દઢપ્રહારી વગેરે અનેક સમતાયોગીઓનું સુંદ૨ શબ્દચિત્ર આલેખ્યું છે. (પરિશેષ) આ ગ્રન્થના પ્રારમ્ભમાં મંગલ શ્લોકમાં વીતરાગદેવને પ્રણામ સાથે ગ્રન્થકારે વાદેવતા-બીજ છે કા૨નું પણ સ્પષ્ટ સ્મરણ કર્યું છે જે તેમના લગભગ દરેક ગ્રન્થોમાં ઉપલબ્ધ થાય છે. પૂ. મુનિસુંદ૨સૂરે મહારાજે જેમ પોતાની દરેક કૃતિઓમાં પ્રા૨મે 'જયશ્રી' શબ્દમુદ્રાનું અંકન કર્યું છે તેમ આ ગ્રન્થકારે પણ આ ગ્રન્થમાં દરેક વિભાગને અંતે 'યશ: શ્રી' શબ્દમુદ્રાનું અંકન કર્યું છે. આ ગ્રન્થની પ્રાચીન હસ્તપ્રતો હાલ બેચા૨થી વધુ મળતી નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થને, વીતરાગસ્તોત્ર, યોગસા૨પ્રાભૃત વગેરે પ્રાચીન અનેક ગ્રન્થોના અક્ષ૨શ: લીધેલા શ્લોકોથી શણગાય છે. તથા “જ્ઞાનસા૨' નામના ગ્રન્થકા૨ના જ બનાવેલા અષ્ટકગ્રન્થના અગ્રતાષ્ટક, અનુભવાષ્ટક, નિર્લેપતાષ્ટક. ક્રિયાષ્ટક વગેરેના અનેક શ્લોકો આમાં પણ અક્ષરશ: ઉપલબ્ધ હોવાથી તે તે શ્લોકોનો ભાવાર્થ સમજવામાં જ્ઞાનસા૨ ગ્રન્થનો ગ્રન્થકારે પોતે જ બનાવેલો દબો ખુબ જ ઉપયોગી બની ૨હે તેમ છે. આ ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજીએ ચા૨ વિભાગોમાં ખરેખર અધ્યાત્મપ્રેમીઓ માટે ઉત્તમ સામગ્રી સંચિત કરીને આપી છે. ગ્રન્થકા૨ તે સમયના જૈન-જૈનેતર દર્શનશાસ્ત્રોનાં અને તર્કગ્રન્થોના પ્રખર અભ્યાસી) હોવા છતાં આ ગ્રન્થમાં તેઓએ તર્ક-વિતર્કની પરમ્પરા લમ્બાવવાને બદલે સાધકોને ઉપયોગી મહત્ત્વનું માર્ગદર્શન પુરૂં પાડ્યું છે તે તેમના જીવનની ઉચ્ચ યોગદશાસાધકતામાં શાખ પુરાવે છે. ખરેખ૨ હવે એમ કહેવાનું મન થાય છે કે અધ્યાત્મઉપનિષદ્ સમગ્ર અધ્યાત્મવિશ્વ (spiritual sphere) નું ઝળહળતું ૨ા છે. ' (પૂ.પા.મ.ની 300મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં ભરાયેલ એક વિદ્વસંમેલનમાં છ પં. શ્રી જયસુંદરવિજણગણી આ લેખ ૨જુ થયેલ.) લિ.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy