SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ (મીંચીને બીજાને સ્વીકારી લેવાનો આગ્રહ ન રાખતાં શાસ્ત્રપરીક્ષા પ૨ ભા૨ મુકે છેએ તેમની આગવી વિશેષતા છે. સુવર્ણને પ્રથમ કસોટીના પત્થરથી કસવામાં આવે છે, પછી સ્ટેજ ૨છેદ પાડીને , અંદરના ભાગની પરીક્ષા કરાય છે અને તે પછી છેલ્લી અને આકરી તાપપરીક્ષા એટલે કે અંગ્ર-પરીક્ષા કરાય છે. એમાં ઉત્તીર્ણ થનાર ધાતુને સાચા સૂવર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે શાસ્ત્ર પણ નિમ્નોક્ત ત્રણ કસોટીમાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. એક વાત અત્રે ધ્યાનમાં લેવાની છે કે શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિથી ફલિત અર્થ નિકળે છે. શાસન અને ત્રાણ. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શુદ્ધ કર્તવ્યનું વિધાન ક૨વું તે શાશન; અને લક્ષ્યવિરોધી કૃત્યોથી બચાવવા માટે તેનો નિષેધ ક૨વો તે ત્રાણ, તાત્પર્ય એ છે કે (૧) લક્ષ્ય સાથે સંગત એવા વિધિ-નિષેધ દર્શાવવા એ શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે; અને એ જ કષ નામની પહેલી કસોટી છે. આત્માને સુધા૨વાને બદલે વધુ વિકૃત કરે એવા વિધિ-નિષેધ દર્શાવના૨ ગ્રન્થ આ પહેલી પરીક્ષામાં જ નાપાસ થઈ જાય છે. (૨) વિધિ-નિષેધ દર્શાવ્યા બાદ તેના પાલન માટે અત્યંત ઉપયોગી, પોષક અને નિર્દોષ ક્રિયાઓ પણ શાસે દર્શાવવી જોઈએ. દા.ત. અબ્રહમસેવનનો નિષેધ કર્યા પછી સ્ત્રીપરિચયત્યાગ, વિકૃતાહા૨ત્યાગ, સ્ત્રીકથાત્યાગ વગેરે યોગ્ય આચારો જો ન દર્શાવાય તો બ્રહ્મચર્યની સાધના સફળ બને નહિ- એ ગળે ઉતરે એવી વાત છે. જે ગ્રન્થમાં, આ રીતે નિદૉષ ક્રિયાઓનું સૂચન જ ન હોય અથવા તો વિપરીત ક્રિયાઓનું સૂચન હોય તે બીજી છેદપરીક્ષામાં નાપાસ થાય છે. (૩) ત્રીજી તાપપરીક્ષા એ રીતે છે કે શાસ્ત્રધારા આત્માદ જે અતીન્દ્રિય પદાથોનું નિરૂપણ કરાય તે વિધિ-નિષેધ, નિદોષક્રિયા અને મુખ્ય લક્ષ્ય સાથે સંÍતિ ધરાવતું હોવું જોઈએ. એ પ્રકારના નિરૂપણ માટે તત્ત્વોના (૫૨૨૫૨ વિરૂદ્ધ દેખાતા) અનેક પાસાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે - એનું જ બીજું નામ અનેકાન્તવાદ છે. જે કોઈ એક જ ર્દષ્ટિકોણથી તે તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે તો પાર વિનાની અસંગતિ ઊભી થાય અને એવો ગ્રન્થ તાપ પરીક્ષામાં નાપાસ થાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ત્રણ પરીક્ષાઓનું વર્ણન ઘણી સૂક્ષ્મતાથી કર્યું છે અને વીતરાગ૨સ્તોત્રના આઠમાં પ્રકાશનાં કેટલાક શ્લોકોના આધારે, સાંખ્ય-બૌદ્ધનૈયાયક-વૈશેષિક તથા પ્રભાક૨, કુમારીલ ભટ્ટ કે મુશંમિશ્ર વગેરે જૈનેતર દાર્શનિકોની માન્યતાઓથી સ્યાદ્વાદનું સુંદ૨ સમર્થન કર્યું છે. (જ્ઞાનયોગશુદ્ધિ) વિભાગ - ૨ આ વિભાગની ભૂમિકા કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ જણાવે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy