SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૨. અથવા અજ્ઞાનાદિની વિરોધી જ્ઞાનાદિ પાંચ આચા૨મય પ્રવૃત્તિને અપનાવી લે. પણ આ બેમાં પ્રથમ રીત પ્રારમ્ભમાં તદ્દન અશક્યપ્રાયઃ છે. તેથી આત્માને સતત નજ૨ સામે રાખીને, જ્ઞાનાદિ પંચાચારના પાલન સ્વરૂપ અધ્યાત્મ માર્ગે જીવ આગેકુચ કરે તો જ અજ્ઞાનદિ દુરાચારોથી જીવ સર્વથા મુક્ત બનીને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રર્યાપ્ત ક૨ી શકે. માટે એવંભૂતનયે પંચાચા૨નું સુંદ૨ પાલન એ જ અધ્યાત્મ છે. વ્યવહા૨ અને ઋજુસૂત્ર આ બે નય આધ્યાત્મિક વ્યવહા૨નયમાં સમાવિષ્ટ છે. એટલે એ કહે છે કે બાહ્યપ્રવૃત્તિરૂપ પંચાચા૨પાલનની સાથે ચિત્ત, મૈત્રી-પ્રમોદ-કરુણા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓથી વર્ધાચત-ભાવિત-તન્મય બનતું જાય તે જ અધ્યાત્મ છે. વ્યવહારનયનો ઝોક બાહ્યપ્રવૃત્તિ ઉ૫૨ વધુ પડતો હોવાથી પંચાચા૨પાલનને તો તે અનિવાર્ય ગણે છે, પણ આ વ્યવહા૨નય ઋજુસૂત્રનયના ષ્ટિકોણથી ર્ગાર્ભત હોવાના કા૨ણે પંચાચા૨પાલન કાળે ચિત્તમાં મૈત્રી આદિ ભાવોની સુવાસને આવકારે છે, કારણ કે એના વિના પંચાચા૨નું પાલન શુષ્ક બની જાય છે. ઋજુસૂત્ર નયનો દૃષ્ટિકોણ એવો છે કે ભૂતકાળ સા૨ો હતો કે ખરાબ એ મારે નથી જોવું, પણ સારા વિષ્યના નિર્માણ માટે વર્તમાનકાળ કેવો જોઈએ ? એ વિચા૨વાનું છે. વર્તમાનસમયે ચિત્ત જો શત્રુભાવગુણદ્વેષ-નિર્દયતા અને ૫૨પંચાતના દોષોથી ખરડાયેલું હશે તો શુ અધ્યાત્મનો અનુભવ અશક્ય છે. માટે તેના વિરોધી મૈત્રી આદિ ભાવોથી ચિત્ત સુસિત હોય તો જ વર્તમાનમાં અધ્યાત્મ અનુભર્વાસ થાય. વર્તમાનમાં જ અધ્યાત્મને જીવતું જાગતું અનુભવવા માટે આ ઋજુસૂત્રનયનો વ્યવહા૨સંકલિત ષ્ટિકોણ ખુબ મહત્ત્વનો છે. અધ્યાત્મના માર્ગે પ્રર્યાત ક૨વા માટે મનને સર્વ પૂર્વાગ્રહોથી મુક્ત ૨ાખીને, મધ્યસ્થભાવર્ગાર્ભત જિજ્ઞાસામાં ૨મતું ૨ાખવાની ખાસ જરૂ૨ છે. શુષ્ક તર્કવાદ પ્રર્ખાતને રૂંધનારો છે. તેથી અીíન્દ્રય તત્ત્વોની જિજ્ઞાસાપૂર્તિ માટે એકલા તર્કવાદ ૫૨ નિર્ભ૨ ન ૨હેતા વીત૨ાગ વચનરૂપી શાસ્ત્રનું અવલમ્બન લેવુ અત્યંત જરૂરી બને છે. શાસ્ત્રના નામે પ્રસિદ્ધ ગ્રન્થોની સંખ્યાનો કોઈ પા૨ નથી, માટે જેના તેના વચનને શાસ્ત્ર સમજી લઈને આગળ વધવામાં કાંઇ સાર નથી. જેણે જુઠું બોલવાનું કોઈ જ કા૨ણ શેષ નથી અને જે સર્વ તત્ત્વોના જ્ઞાતા છે એવા વીતરાગ-સર્વજ્ઞનો ઉપદેશ એ જ ખરૂં શાસ્ત્ર છે. આજે તો દરેકે દરેક સમ્પ્રદાયો પોતપોતાના ગ્રન્થોને સર્વજ્ઞÁચત કહી રહ્યા છે ત્યારે એમાંથી ખરેખર સર્વજ્ઞચિત શાસ્ત્ર કયું છે ? એ શોધી કાઢવા માટે ઉપાધ્યાયજી મહા૨ાજે આ પ્રથમ વિભાગમાં વિસ્તા૨થી ત્રિવિધ શાસ્ત્રપ૨ીક્ષાનું વર્ણન કર્યું છે. પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજથી માંડીને ૫૨વર્તી અનેક જૈનાચાર્યોએ પોતપોતાના ગ્રન્થોમાં આ કષ-છેદ-અને તાપ એમ ત્રિવિધ શાસ્ત્રપરીક્ષાને ખુબ જ મહત્ત્વ આપ્યું છે. જૈનાચાર્યાં પોતે જે શાસ્ત્રના આધારે પ્રવર્ત્તતા હોય છે - તે એમ ને એમ જ આંખો ૬
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy