SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્મકરણ છે કે ત્રિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ એવા શાસ્ત્રથી ચીંધાયેલી દિશામાં ચાલતાં ચાલતાં, શાસ્ત્રદર્શિત અતીન્દ્રિયતત્ત્વોની, ખાસ કરીને આત્મતત્વની વિશેષોપર્લાબ્ધ માટે જ્ઞાનયોગ ૨વાઘતા રહેવું જોઈએ. આત્મતત્વની વિશેષોપર્લાબ્ધનું જ બીજું નામ પ્રાભિજ્ઞાન છે. જો કે આ પ્રતિભજ્ઞાન શાસ્ત્રીયપરભાષા મુજબ તો કેવલજ્ઞાનના અરૂણોદયરૂપ હોવાથી બા૨માં ગુણસ્થાનકની નીચે હોય નહિ, પણ પૂ. ઉપા. મહારાજે જ્ઞાર્નાબદું વગેરે ગ્રન્થોમાં ત૨તમ ભાવવાળા પ્રતિભ જ્ઞાનનું નિરૂપણ કરેલું હોવાથી નિમ્ન-નિમ્નત૨ કક્ષાનું પ્રતિભજ્ઞાન ચોથા વગેરે ગુણસ્થાનકોમાં પણ સંભવી શકે છે, જે સાધકો માટે અત્યંત આશ્વાસનરૂપ વાત છે. આ પ્રાભિજ્ઞાનનું આ વિભાગમાં અને અન્યત્ર પણ આત્મદર્શન, આત્મજ્ઞાન, અનુભવજ્ઞાન, ભાવનાજ્ઞાન, સાક્ષાત્કા૨, અદ્વૈતબ્રહાનુભવ, નિર્વિકલ્પસમાધિ, નિશાલમ્બનયોગ વગેરે જુદી જુદી પરિભાષાઓથી નિરૂપણ થયેલું છે. પરભાષા ભિન્ન હોવા છતાં આ બધા જ્ઞાનયોગના જ વિવિધ સ્વરૂપો છે. આ જ્ઞાનયોગની પ્રાપ્તિ માત્ર શાસ્ત્રાવ્યારાથી નથી થતી. પરંતુ આત્મદર્શનની તીવ્ર ઉત્કંઠા અને શાસ્ત્રજ્ઞાનપ્રેરિત અન્તર્મુખતા વડે તે પ્રાપ્ત થાય છે. લગભગ દરેક યોગની બે અવસ્થા હોય છે, ૧- રિદ્ધિ દશા અને ૨ સાધ્યમાન | દશા. રિાદ્ધજ્ઞાનયોગીને પરખવાનું લક્ષણ એ છે કે બાહ્ય ઈન્દ્રયવિષયો તેને ઝેર જેવા લાગતા હોઈ સહજ રીતે જ તેમાં તેની પ્રવૃત્તિ હોતી નથી. સાધ્યમાન દશામાં કદાચ આટલી ઉચ્ચ સ્થિતિ ન હોય પણ તે દિશામાં પ્રગતિ તો હોય જ. ઉચકોટિની સાધ્યમાન દશામાં અથવા સિદ્ધ દશામાં કેવું આત્મજ્ઞાન થતું હશે તેની કંઈક ઝાંખી કરાવતા) પૂ. ઉપાધ્યાયજી કહે છે કે બીજી સઘળીય વસ્તુઓથી આત્મામાં એકમાત્ર ચિન્મય૨સ્વરૂપકૃત ભિન્નતાની નિરંતર પ્રતીતિ થયા કરે – અર્થાત્ આત્મામાં વિશુદ્ધ ચિન્મયતા સિવાય બીજું કાંઈ જ લંક્ષત ન થાય તેવું જ્ઞાન એ શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.' (શ્લો.૨/ ૧૫) "મન, વચન અને બાહ્યદષ્ટિથી જે કાંઈ નજરે ચડે એ બધું પ૨સ્વરૂપ છે, શુદ્ધદ્રવ્યનું એ સ્વરૂપ નથી, શુદ્ધ આત્મદ્રવ્ય તો એનાથી તદ્દન પ૨ છે. આગમો અને વેદોમાં રૂપ, ૨ગ્ન, વચન વગેરે ઉપાધિઓની વ્યાવૃત્તિ ક૨વા દ્વારા જ શુદ્ધાત્માના સ્વરૂપને દર્શાવવામાં આવ્યું છે. એ બધી ઉપાધિઓથી પર એવા અતીન્દ્રિય બ્રહ્મતત્ત્વનું ભાન સેંકડો શાસ્ત્રો કે તકથી નહીં પણ એક માત્ર વિશુદ્ધ અનુભવજ્ઞાનથી જ થઈ શકે છે." (શ્લો. ૨/૧૮-૧૯-૨૦-૨૧) “આ અનુભવદશા સુષુપ્તિ (બેભાન દશા) રૂપ નથી, કારણ કે મોહથી અલિપ્ત છે. ૨સ્વપ્ન કે જાગ્રત દશા રૂપ પણ નથી. કારણ કે એમાં તો કલ્પના-વિકલ્પોના ખેલ ચાલુ હોય છે. માટે આ અનુભવ દશા એ બધાથી, જુદી જ તુર્ય (= ચતુર્થ) દશાના નામે ઓળખાય છે.” (ગ્લો.૨૪) આ અનુભવદશામાં કર્મકૃત સ્ત્રી-પુરૂષ-મનુષ્ય આંદે પર્યાચો સાવ ગળાઈ ગયા હોય છે. જેમ ૨સ્તે જતા
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy