________________
૨૭૮
મૂળગાથા - શબ્દાર્થ ગર્ભભુય જલયરોભય, ગબ્બોરગ પુવૅકોડિ ઉક્કોસા | ગર્ભેચઉપ્પયપકિનસુ, તિપલિય પલિયાઅસંખસો ર૬ના
ગર્ભજ ભુજપરિસર્પ, બન્ને જલચર, ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પૂર્વક્રોડ વર્ષ છે, ગર્ભજ ચતુષ્પદ અને પક્ષીઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૨૬૧) પુવૅસ્સ ઉ પરિમાણે, સયરિં ખલુ વાસ કોડિલખાઓ . છપ્પનં ચ સહસ્સા, બોદ્ધબ્બા વાસકોડીણું //ર૬રા.
પૂર્વનું પ્રમાણ ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષ છે. (૨૬૨) સંમુચ્છાણિંદિ-ઉલ-ખહયરુરગ-ભુયગ-જિટ્ટઠિઈ કમસો વાસસહસ્સા ચુલસી, બિસત્તરિ તિપન બાયોલા ર૬૩. - સંમૂચ્છિમ પંચેન્દ્રિય, સ્થલચર (ચતુષ્પદ), ખેચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૮૪,૦૦૦ વર્ષ, ૭૨,૦૦૦ વર્ષ, પ૩,૦૦૦ વર્ષ, ૪૨,૦૦૦ વર્ષ છે. (૨૬૩) એસ પુઢવાઈણ, ભવઠિઈ સંપ તુ કાઠિઈ. ચઉ એનિંદિસુ ણેયા, ઓસ્સપિણિઓ અસંખેજ્જા ર૬૪
આ પૃથ્વીકાય વગેરેની ભવસ્થિતિ છે. હવે કાયસ્થિતિ કહીશ - ચાર એકેન્દ્રિયમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી. (૨૬૪) તાઓ વર્ણમિ અહંતા, સંખેજા વાસસહસ વિગલેસુ. પંચિંદિ-તિરિ-નવેસુ, સત્તઠ ભવા ઉ ઉકૂકોસા /ર૬પા
વનસ્પતિકાયમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી, વિકલેન્દ્રિયમાં સંધ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોમાં ૭-૮ ભવ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. (૨૬૫).