SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ મૂળગાથા - શબ્દાર્થ બત્તીસા અડયાલા, સટ્ટી બાવારી ય અવહીઓ / ચુલસીઈ છન્નવઈ, દુરહિયમઢુત્તરસયં ચ ૨૫૭. ૩ર વગેરે સિદ્ધ થતે છતે ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ સમય નિરંતર હોય છે. ઉપર અંતર છે. (તે ૩૨ વગેરે) અવધિઓ આ પ્રમાણે છે- ૩૨, ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૦ અને ૧૦૮. (૨૫૬, ૨૫૭). પણયાલલખજોયણ- વિખંભા સિદ્ધસિલ ફલિતવિમલા ! તદુવરિગજોયસંતે, લોગંતો તત્થ સિદ્ધઠિઈ ર૫૮ ૪૫ લાખ યોજન પહોળી સ્ફટિકની, નિર્મળ સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજનને અંતે લોકનો છેડો છે ત્યાં સિદ્ધો રહેલા છે. (૨૫૮) બાવીસ સગ તિ દસ વાસ-સહસગણિ તિદિણ બેઈદિયાઇસુ. બારસવાસુણપણદિણ, છમ્માસ તિપલિયઠિઈ જિટ્ટા ર૫લા (પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાયની ક્રમશઃ) ૨૨,000 વર્ષ, ૭,૦૦૦ વર્ષ, ૩000 વર્ષ, ૧૦,000 વર્ષ, તેઉકાયની ૩ દિવસ, બેઈન્દ્રિય વગેરેમાં ક્રમશઃ ૧૨ વર્ષ – ૪૯ દિવસ - ૬ માસ - ૩ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૫૯) સહા ય સુદ્ધવાલય, મણોસિલા સક્કરા ય ખરપુઢવી ઇગ બાર ચઉદ સોલસ-ટ્ટાર બાવીસ સમસહસા //ર૬૦ સુંવાળી, શુદ્ધ, રેતી, મનશિલ (પારો), કાંકરા, કઠણ પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧,૦૦૦ વર્ષ, ૧૨,૦૦૦ વર્ષ, ૧૪,૦૦૦ વર્ષ, ૧૬,૦૦૦ વર્ષ, ૧૮,૦૦૦ વર્ષ, ૨૨,૦૦૦ વર્ષ છે. (૨૬૦)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy