SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ સવ્વેસિપિ જહન્ના, અંતમુહુર્ત્ત ભવે ય કાયે ય । જોયણસહસ્સમહિયં, એનિંદિયદેહમુક્કોસં ૨૬૬ા બધા જીવોની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ શરીરમાન સાધિક હજાર યોજન છે. (૨૬૬) બિતિચઉરિંદિસરીરં, બારસોયણ તિકોસ ચઉકોસં । જોયણસહસ પણિંદિય, ઓહે વુચ્છ વિસેસં તુ ॥૨૬૭ના બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિયનું ક્રમશઃ ૧૨ યોજન, ૩ ગાઉ, ૪ ગાઉ અને પંચેન્દ્રિયનું ઓધે ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટ શરીરમાન છે. વિશેષ શરીરમાન હવે કહીશ. (૨૬૭) અંગુલઅસંખભાગો, સુહુમનિગોઓ અસંખગુણ વાઊ । તો અગણિ તઓ આઊ, તત્તો સુહુમા ભવે પુઢવી ॥૨૬૮॥ તો બાયરવાઉગણી, આઊ પુઢવી નિગોઅ અણુક્કમસો । પત્તેઅવણસરીરં, અહિય જોયણસહસ્સું તુ ॥૨૬૯॥ ૨૭૯ સૂક્ષ્મ નિગોદનું શરીરમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. તેના કરતા સૂક્ષ્મ વાયુકાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ તેઉકાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ અપ્લાયનું અસંખ્યગુણ, તેના કરતા સૂક્ષ્મ પૃથ્વીકાયનું અસંખ્યગુણ, તેના કરતા બાદર વાયુકાય - તેઉકાય - અકાય - પૃથ્વીકાય, નિગોદનું ક્રમશઃ અસંખ્યગુણ શરીરમાન છે, પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર સાધિક ૧૦૦૦ યોજન છે. (૨૬૮, ૨૬૯) ઉસ્સેહંગુલજોયણ-સહસ્યમાણે જલાસએ નેયં । તેં વલ્લિપઉમપમુ ં, અઓ પર પુઢવીરૂવં તુ ॥૨૭૦॥ ઉત્સેધાંગુલથી ૧૦૦૦ યોજન પ્રમાણવાળા સરોવરમાં તે
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy