SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૧૩ વિકસેન્દ્રિયની ક્રમશઃ ૧૨ યોજન, ૩ ગાઉ, ચાર ગાઉ અવગાહના છે. શેષની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. (૩૧૦) વણસંતસરીરાણે, ઈગનિલસરીરગં પમાણેણં અનલોદગપુઢવીણ, અસંખગુણિઆ ભવે વઢી / ૩૧૧ // અનંત વનસ્પતિકાયના શરીરના પ્રમાણ જેટલુ એક વાયુકાયનું શરીર છે. તેઉકાય, અપૂકાય, પૃથ્વીકાયનું શરીર ક્રમશઃ અસંખ્યગુણવૃદ્ધિવાળુ છે. (૩૧૧) બાવીસ સહસ્સાઇ, સત્ત સહસ્સાઈ તિનિ અહોરતા. વાએ તિનિ સહસ્સા, દસ વાસસહસ્સિયા રુખા / ૩૧૨ . સંવચ્છરાણિ બારસ, રાઇંદિય હૃતિ અઉણપન્નાસા છમ્માસ તિનિ પલિયા, પુઢવાઈર્ણ ઠિઈ ઉફકોસા ૩૧૩ // (પૃથ્વીની) ૨૨,૦૦૦ વર્ષ, (અપકાયની)૭,૦૦૦ વર્ષ (તેઉકાયની) ૩ અહોરાત્ર, વાયુકામાં ૩,૦૦૦ વર્ષ, વૃક્ષની ૧૦,૦૦૦ વર્ષ, (બેઈન્દ્રિયની) ૧૨ વરસ, (તે ઈન્દ્રિયની) ૪૯ અહોરાત્ર, (ચઉરિન્દ્રિયની) ૬ માસ, (પંચેન્દ્રિયની) ૩ પલ્યોપમપૃથ્વી વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૧૨, ૩૧૩) સહાય સુદ્ધ વાલુઅ, મણોસિલા સક્કરા ય ખરપુઢવી. એગ બારસ ચઉદસ, સોલસ, અઠાર બાવીસા // ૩૧૪ // સુંવાળી, શુદ્ધ, વાલુકા, મનશિલ (પારો), શર્કરા, ખરઆ પૃથ્વીઓની સ્થિતિ ક્રમશઃ ૧,૦૦૦ વર્ષ;૧૨,૦૦૦ વર્ષ; ૧૪,૦૦૦ વર્ષ; ૧૬,૦૦૦ વર્ષ; ૧૮,૦૦૦ વર્ષ; ૨૨,૦૦૦ વર્ષ છે. (૩૧૪)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy